જામનગરમાં પ્રતિબંધીત પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ: રૂા. 12 હજારથી વધુનો દંડ કરાયો

11 July 2018 04:16 PM
Jamnagar
  • જામનગરમાં પ્રતિબંધીત પ્લાસ્ટિક સામે તંત્રની લાલ આંખ: રૂા. 12 હજારથી વધુનો દંડ કરાયો

બે દિવસમાં 20 કિલોથી વધુ પ્લાસ્ટીક અને 3500 ચા ની પ્યાલી જપ્ત

Advertisement

જામનગર તા.11 :
પ્રતિબંધિત પ્લાસ્ટીકની બનાવટો સામે તંત્રએ લાલ આંખ કરી છે ત્યારે આજે શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી 7 કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. જયારે ગઇકાલે પણ 3500 ચાની પ્યાલી, 15 કિલો પ્લાસ્ટીકની જુદી-જુદી બનાવટો જપ્ત કરી રૂા. 11400 નો દંડ કરાયો હતો.
જામનગરમાં મ્યુ.કોર્પો.ની સોલીડ વેસ્ટ શાખા દ્વારા પ્રતિબંધીત માઇક્રોનની પ્લાસ્ટીકની બનાવટો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે આજે શહેરના દિગ્વીજય પ્લોટ વિસ્તારમાંથી 7 કિલો પ્લાસ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું, જયારે રૂા. 1350 નો દંડ કરવામાં આવ્યો હતો. મંગળવારે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
તંત્રએ જુદા-જુદા વિસ્તારોમાંથી 3500 ચા ની પ્યાલી, 15 કિલો પ્લાસ્ટીકની વિવિધ બનાવટો જપ્ત કરી રૂા. 11400 નો દંડ વસુલ કરાયો હતો. આ કામગીરી શહેરના પંચેશ્ર્વર ટાવર, પટેલ પાર્ક, 80 ફુટ રોડ, દરબારગઢ, બર્ધન ચોક, લાલ બંગલા, ટાઉનહોલ, સહિતના વિસ્તારોમાં કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.


Advertisement