માળીયા (મી)માં રસ્તા ઉપરથી દુર જવાનુ કહીને બે ભાઈઅો ઉપર છરી વડે હુમલો: ગુનો નોંધાયો

11 July 2018 03:50 PM
Morbi

અમરસર ગામે ઈલેકટ્રીક શોટ લાગતા અાધેડનું મોત

Advertisement

(જીજ્ઞેશ ભટ્ટ દ્રારા) મોરબી તા. ૧૧ માળીયા (મી) શહેનશાવણી પીરની દરગાહે જવાના રસ્તે સલીમ સીદીક જેડા અને તેનો ભાઈ વલીમામદ સીદીક જેડા રોડની સાઈડમાં ઉભા હતા ત્યારે માળીયા (મી) અંજીયાસર ભગડીયા વાંઢ વિસ્તારમાં રહેતા અમીન હસન મોવર જાતે મીયાણા નામનો યુવાન ત્યાંથી બાઈક લઈને નિકળ્યો હતો. તેણે સલીમ અને વલીમામદને કહ્યુ અહી કેમ ઉભા છો..? કહી ગાળો અાપી બોલબાલી કરી ઢીકાપાટુનો માર માયાૅ બાદ બંો ભાઈઅોની પીઠના ભાગે છરીઅો ઝીકી દીધી હતી. તેથી ભોગ બનનારાઅોના પિતા સીદીક હબીબ જેડાઅે અમીન મોવર વિરૂઘ્ધ માળીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા અેઅેસઅાઈ અમૃત પટેેલે તપાસ હાથ ધરી છે. અાધેડનુું મોત વાંકાનેરના અમરસર ગામે સીમ વિસ્તારમાં ઈલેકટ્રીક શોટ લાગતા યુનુસ રહેમાન વડગામા જાતે મુસ્લીમ ઘાંચી (ઉ. પપ) રહે. લક્ષ્મીપરા વાંકાનેરનું મોત નિપજયુ હતુ. દારૂ પકડાયો વાંકાનેર મેસરીયા ગામની સીમમાં ભુતનાથ મંદિર પાસે તળાવ નજીક દેશીદારૂની ભઠ્ઠી ધમધમતી હોય વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફે રેડ કરીને ત્યાંથી ૪૦૦ લીટર ગરમ અને ર૦૦૦ લીટર ઠંડો અાથો તથા તૈયાર દેશીદારૂ ર૦૦ લીટર મળી કુલ રૂા. ૮૮૦૦ નો મુદામાલ જપ્ત કયોૅ હતો. સ્થળ ઉપરથી ભરત ખીમા ચૌહાણ જાતે કોળી (ઉ. રપ) રહે. મેસરીયાની અટકાયત કરાયેલ છે જયારે પોલીસને જાેઈને ભાગી છુટેલા હકા ભીમા ડાભી રહે. સરોડી તા. થાન, જી. સુરેન્દ્રનગરની પોલીસે શોધખોળ હાથ ધરી છે.


Advertisement