મોરબીના રંગપર નજીકનું જોખમી નાલુ રીપેરીંગ કરો: ગ્રામજનો

11 July 2018 03:48 PM
Morbi
  •  મોરબીના રંગપર નજીકનું જોખમી નાલુ રીપેરીંગ કરો: ગ્રામજનો

Advertisement

મોરબીના જેતપર રોડ ઉ5ર રંગપર ગામ નજીક આવેલ રામદુત પેટ્રોલ પંપની સામે આવેલ એક નાલાની સાઇડની (સેફટી વોલ) દિવાલ તુટી ગયેલ છે. જેના લીધે નાના વાહન ચાલકો ઉપર સતત જોખમ રહે છે. આ નાલુ તથા તેની જોખમી દિવાલ રીપેર કરવાની ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. આ રોડ ઉપર જ ર00 જેટલા નાના મોટા સિરામીક તથા અન્ય યુનિટો બની ગયા હોય અહીં ભારે વાહનોની અવર જવર રહે છે. આ રસ્તાને હવે ફોરલેન કરવાની જરૂરીયાત ઉભી થયેલ છે. આ રસ્તે અગાઉ અનેક જીવલેણ અકસ્માતો થયા છે. જેમાં નિર્દોષો ભોગ બન્યા છે. તે કોની જવાબદારી? ટ્રાફિકજામ થાય ત્યારે લોકો કલાકોના કલાકો ફસાય જાય છે. અને સમયસર જે તે સ્થળે પહોંચી શકતા નથી. રંગપરનું નાલુ જોખમી હોય સર્વે કરાવી રીપેરીંગ કરાવવામાં આવે તેમજ નાલાની સેફટી વોલ બનાવવામાં આવે કારણ કે આ એક જ રસ્તેથી લોકોની અવર જવર થાય છે. લોકોના જીવને ધ્યાને લઇ તંત્ર હરકતમાં આવે તે ઇચ્છનીય છે.
(તસવીર/અહેવાલ: જીજ્ઞેશ ભટ્ટ)


Advertisement