ઉપલેટાના ઢાંક ગામના પાંચ શ્રધ્ધાળુઓ અમરનાથ યાત્રાએ

11 July 2018 03:16 PM
Dhoraji
Advertisement

(ભુપતગીરી ગોસ્વામી દ્વારા)
ઢાંક તા.11
દરવર્ષે આયોજીત થતી અમરનાથ યાત્રા માટે શ્રધ્ધાળુઓ બાબા બરફાનીના દર્શન માટે ઉ5ડી પડે છે. અને અમરનાથની યાત્રામાં સામેલ થવા માટે દેશના અલગ અલગ ભાગમાંથી શ્રધ્ધાળુઓ હોશે હોશે બાબાઅમરનાથના દર્શને જતા હોય છે. ત્યારે ઉપલેટા તાલુકાના ઢાંક ગામના પાંચ શ્રધ્ધાળુઓ અમરનાથની યાત્રા માટે રવાના થયા છે.
અમરનાથ યાત્રા દરવર્ષ આયોજીત મહત્વપુર્ણ અવસર છે. આ અવસરનો લ્હાવો મેળવવા ઉપલેટા તાલુકાના ઢાંક ગામના પાંચ જેટલા શ્રધ્ધાળુઓ આજે રેલ્વે મારફત રવાના થયા હતા. જેમાં કાન્તિભાઈ ઉજીયા, કિશનગીરી ગોસ્વામી, કાન્તિલાલ સુતરીયા, નયનભાઈ વેકરીયા અને કલ્પેશ ગજેરા સહિત શ્રધ્ધાળુઓ બાબા બરફાનીના દર્શને જવા માટે રવાના થયા હતા. આ શ્રધ્ધાળુઓ ગુફા સુધી 3800 મીટરની યાત્રા પગપાળા કરશે. જોકે બાબા અમરનાથની આ યાત્રા બે મહિના સુધી ચાલશે અને ર6 ઓગષ્ટે દિને સંપન્ન થશે.અમરનાથ યાત્રામાં પ્રતિ વર્ષ દેશ-વિદેશના લાખો ભાવિકો જોડાય છે. અમરનાથ બાબાના દર્શન કરવા ઢાંકના પાંચ શ્રધ્ધાળુ પુરી શ્રધ્ધા અને વિશ્ર્વાસ સાથે રવાના થતા સગા-સ્નેહીજનોએ શુભ કામના પાઠવી છે.


Advertisement