બાબરા પાલિકામાં શાસકોનાં કથિત ભ્રષ્ટાચારના પગલે કાલે બાબરા બંધ

11 July 2018 03:16 PM
Amreli

વિપક્ષી નગરસેવકો નબળા પડતા વેપારીઓએ હામ ભીડી

Advertisement

(મિલાપ રૂપારેલ) અમરેલી તા.11
બાબરામાં નગરપાલિકાના વિવિધ પડતર પ્રશ્નોા અને ભ્રષ્ટાનચારના વિરોધમાં ચેમ્બયર ઓફ કોમર્સ ઘ્વાારા આવતી કાલે ગુરૂવારનાં રોજ બાબરા બંધનું એલાન આપ્યુાં છે. અગાઉ મામલતદારને આવેદનપત્ર આપી પ્રાદેશીક નિયામક મારફત તપાસ માંગી હતી પણ તંત્ર ઘ્વા રા યોગ્યય કાર્યવાહી નહિ કરવામાં આવતા ચેમ્બેર ઓફ કોમર્સ ઘ્વામરા બંધનું એલાન આપી આંદોલનનો માર્ગ અપનાવ્યો છે.
બાબરા ચેમ્બેર ઓફ કોમર્સના પ્રમુખ મુનાભાઈ મલકાણ ઘ્વા રા જણાવ્યું હતું કે, નગરપાલિકા ઘ્વાારા શહેરના લોકોને મૂળભૂત સુવિધાઓ કે અન્ય કોઈ સુખાકારી સુવિધા પુરી પાડવામાં આવતી નથી. તેમજ રોડ-રસ્તાાઓ અને ડસ્ટપબીનમાં મહાકાય કૌભાંડ આચરવામાં આવ્યુંગ છે. અનેકવાર મામલતદાર, કલેકટર અને પાલિકા નિયામકને રજુઆત કરેલ છે પણ યોગ્યલ કાર્યવાહી નહિં કરવામાં આવતા હવે ચમત્કાાર વિના નમસ્કાકર નહિ એ ઉકિતને સાર્થક કરી જલદ આંદોલન કરવાની ફરજ પડી છે. અને તે માટેગુરૂવારે બાબરા સજજ બંધનું એલાન આપવામાં આવ્યુેં છે.
વધુમાં મુનભાઈ મલકાણ ઘ્વાુરા જણાવ્યું છે કે, આવતી કાલે ગુરૂવારે શહેરના તમામ વેપારીઓ પોતાનો ધંધો-રોજગાર બંધ રાખી ચેમ્બપરના આંદોલનને ટેકો આપશે અને સવારે 10 કલાકે તમામ વેપારીઓ નાગરીક બેન્કમ ચોકમાં એકઠા થઈ નગરપાલિકાના શાસકો વિરૂઘ્ધ્ સુત્રોચ્ચા ર કરશે.
બાબરા નગરપાલિકા ઘ્વાબરા શહેરની બજારોમાં આરસીસી રોડ નબળો બનાવી ભ્રષ્ટારચાર આચરતા વેપારીઓમાં ભારે નારાજગી છે. તેમજ સ્વયચ્છ તા અભિયાનમાં વેપારીઓને ડસ્ટ બીનનું વિતરણ કર્યા વિના પાલિકા ઘ્વાનરા બારોબાર બિલ ચૂકવી દીધા છે તેમજ શહેરમાં યોગ્યહ સફાઈ અને યુરિનલ પણ નહી બનાવતા વેપારીઓ વધુ રોષે ભરાયા છે. ત્યા રે આગામી ગુરૂવારે ચેમ્બાર ઘ્વાસરા નગરપાલિકાની સામે શહેર બંધનું એલાન આપી લડત આપી છે.


Advertisement