નાસતા-ફરતાં બે આરોપીઓને પકડી પાડતી ગારીયાધાર પોલીસની ટીમ

11 July 2018 03:14 PM
Bhavnagar Crime
  • નાસતા-ફરતાં બે આરોપીઓને પકડી પાડતી ગારીયાધાર પોલીસની ટીમ

ગારીયાધાર પોલીસ સ્ટેશનના ડબલ મર્ડરના ગુન્હામાં

Advertisement

ભાવનગર તા.11
ડી.જી.પી. ગાંધીનગર દ્વારા તેમજ મ્હે.આઇ.જી.પી.અમિતકુમાર વિશ્વકર્મા દ્વારા ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલ તેમજ પાલીતાણા ડિવીઝનનાં નાયબ.પોલીસ.અધિક્ષક આર.ડી.જાડેજા સુચના અનુસાર નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા ઝુંબેશ રાખવામાં આવેલ હોય જે અંતર્ગત સર્કલ ઇન્સ્પેકટર આર.ડી.પરમારની સુચનાં મુજબ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો.સ.ઈ.એસ.પી. સાહેબ તથા સ્ટાફનાં હે.કો.ધનશ્યામભાઇ ગોહિલ તથા હે.કો.નાગજીભાઈ પરમાર તથા હે.કો.તીરૂણસિંહ સરવૈયા તેમજ સ્ટાફના માણસો એ રીતેના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી આધારે ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ગુના રજીસ્ટર નંબર 41/2018.ઇ.પી.કો.કલમ 302,34, જી,પી,એકટ 135.મુજબનો ડબલ મડઁરનો ગુનો ગત તા,24/06/2018 નાં રોજ બનેલ હોય જે બનાવનાં આરોપી આસીફ ઈકબાલભાઇ ભટ્ટીને તા.2/07ના રોજ પકડી પાડેલ તેમજ ઉપરોકત ગુન્હાના કામે આ બંન્ને આરોપીઓ નાસતા ફરતા હોય તેને આજરોજ પકડી પાડવામાં આવેલ જેમાં ફરહાદ ઉર્ફે ભયકો ફિરોજભાઇ રફાઇ (રહે બોટાદ મહમંદનગર),(2) સરફરાઝ ઉર્ફે ધુધો યુસુફભાઈ રફાઇ (રહે ગારીયાધાર જી.ભાવનગર) બાતમી રાહે હકીકત મળેલ કે તેઓ સણોસરા ગામેથી ગારીયાધાર તરફ આવે છે જેથી સદર આરોપીઓ ગારીયાધાર તાલુકાના પરવડી ગામે બાયપાસ ખાતે નીકળવાનાં હોય સદર આરોપીઓની વોચમાં હતાં તે દરમ્યાન સામેથી એક સીલ્વર કલરની ઈકો ગાડી નં જી.જે.05.સી.આર.5709 તેમજ એક મો.સા.જી.જે.01 એમ.જી.4334 વાળી આવતાં જે બંન્ને વાહનોને કોર્ડન કરી રોકી ઉપર જણાવેલ બંન્ને આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં ઉપરોક્ત ગુનાનાં કામે અટક કરવામાં આવેલ છે.આમ સીપીઆઇ .આર.ડી.પરમાર તથા ગારીયાધાર પોલીસ સ્ટેશનનાં પો,સ,ઈ,એસ.પી.અગ્રાવત તથા હેડ.કો.ધનશ્યામભાઇ ગોહિલ તથા હે.કો.નાગજીભાઈ પરમાર તથા હે.કો.તીરૂણસિંહ સરવૈયા ના ઓ એ નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે.


Advertisement