ઉપલેટાના મોજ ડેમમાં હવે માત્ર દોઢ માસ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ

11 July 2018 03:14 PM
Dhoraji
  • ઉપલેટાના મોજ ડેમમાં હવે માત્ર દોઢ માસ ચાલે તેટલું પાણી ઉપલબ્ધ

નગરજનોને પાણીનો બગાડ નહીં કરવા પાલિકા પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાની અપીલ

Advertisement

(કે.એમ. દોશી દ્વારા)
ઉપલેટા તા.11
ઉપલેટા તથા ભાયાવદરને પાણી પુરૂ પાડતા મોજ ડેમમાં હાલ સોળ ફુટની સપાટી છે. જેમાંથી આઠ ફુટ જેટલો જથ્થો પાણીનો છે. જે અંદાજીત દોઢ માસ સુધી પાણી શહેરને પુરૂ પાડી શકે તેમ છે.
ચા સાલે વરસાદ ખેચાતા શહેરીજનોને પાણીનો ખોટો બગાડ નહીં કરવા ઉપલેટા નગરપાલીકાના પ્રમુખ રાણીબેન ચંદ્રવાડીયાએ જણાવેલ છે.


Advertisement