ભાડેર ગામે હત્યાનો ભોગ બનેલા ખેડૂતનો મૃતદેહ પરિવારજનો કાલે સ્વીકારશે

11 July 2018 03:13 PM
Dhoraji
  • ભાડેર ગામે હત્યાનો ભોગ બનેલા ખેડૂતનો મૃતદેહ પરિવારજનો કાલે સ્વીકારશે

આરોપીઓને ઝબ્બે કરવા પગલા લેવાની મુખ્યમંત્રીએ આપેલી ખાત્રી બાદ મૃતદેહ સ્વીકારી લેવા પરિવારજનોની સહમતી: કાલે બપોરે અંતીમયાત્રા નિકળશે

Advertisement

(સાગર સોલંકી/ભોલાભાઈ સોલંકી દ્વારા)
ધોરાજી તા.11
ધોરાજીના ભાડેર ગામના ખેડુત જીવણભાઈ સાંગાણીની જમીનના ડખ્ખામાં ગત તા.4/7/18ના રોજ કરાયેલી ઘાતકી હત્યા બાદ તેની લાશ 8 દિવસ સુધી સ્વીકારાઈ ન હતી. પરંતુ આવતીકાલે લાશને પરિવારજનો સ્વીકારી લેનાર છે. જાણવા મળતી વિગતો મુજબ આ બનાવમાં સમાજના અગ્રણીઓએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આરોપીઓને ઝબ્બે કરવા અંગે રજુઆતો કરેલ હતી.
આ અંગે યોગ્ય ખાતરી અપાતા સ્વ. જીવણભાઈ સાંગાણીની લાશ તા.12/7ના રોજ સ્વીકારી લેવાશે.
સ્વ. જીવણભાઈની અંતીમ યાત્રા તા.12ના ગુરૂવારે બપોરે 4 કલાકે ભાડેર મુકામે જીવણભાઈ સાંગાણીની નિકળશે જેમાં દરેક સમાજના લોકો જોડાશે અને સ્વ.ને શ્રધ્ધાસુમન અર્પણ કરશે.


Advertisement