ધોરાજીની સગીરાનું અપહરણ

11 July 2018 03:13 PM
Dhoraji Crime

અારોપી સામે પોલીસમાં ફરીયાદ દાખલ

Advertisement

(સાગર સોલંકી / ભોલાભાઈ સોલંકી) ધોરાજી, તા. ૧૧ ધોરાજીના રાધાનગરમાંથી સગીરાનું અપહરણ થયાનો બનાવ બનેલ છે. ધોરાજીના ઉપલેટા રોડ પર અાવેલ રાધાનગર સોસાયટીમાં રહેલા રજાકભાઈ બોદુભાઈ માજોઠીઅે ધોરાજી પોલીસમાં ફરીયાદ લખાવેલ છે. તેની સગીર વયની પુત્રીને બદકામ કરવાના ઈરાદે જામનગરનો શબ્બીર અજીજી વાઘેર (રહે. જામનગર ઉલ્લાસ નગરવાળો) અપહરણ કરી ગયાનું જણાવેલ છે. અા બનાવમાં પોલીસે ૩૬૩/૩૬૬ની કલમ મુજબનો ગુનો દાખલ કરી પી.અાઈ. ઝાલા તપાસ ચલાવી રહેલ છે અને અારોપીને પકડવા ચક્રોગતિમાન કરેલ છે.


Advertisement