જસદણ સરકારી હોસ્પિટલમાં ખેડૂતના પી.એમ. બાબતે પરિવારજનોનો દેકારો

11 July 2018 03:11 PM
Jasdan
  • જસદણ સરકારી હોસ્પિટલમાં ખેડૂતના પી.એમ. બાબતે પરિવારજનોનો દેકારો

પી.એમ. ન થાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઈનકાર: હોસ્પિટલે રાજકિય ક્ષેત્રના આગેવાનો દોડી આવ્યા

Advertisement

(હુસામુદ્દીન કપાસી દ્વારા)
જસદણ તા.11
જસદણની સરકારી હોસ્પિટલમાં એક ખેડુતના પી.એમ. અંગે ગ્રામ્યજનો અને મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવતાં અફડાતફડી સર્જાઈ હતી.
આ અંગેની વિગતો એવી છે કે જસદણ તાલુકાના દહીસરા ગામના 7પ વર્ષીય ખેડુત દેવશીભાઈ ભીખાભાઈ સાકરીયા બે દિવસ પહેલા પોતાની વાડીમાં રોઝનો ત્રાસ હોય અને રોઝનું ટોળુ આવતાં રોઝને ભગાડવા દોડતા નજીકના એક કુંભારના ખેતરમાં પગ લપસી પડયો હતો. સાંજનો બનાવ હતો. પોતાના પરિવાર અને વાડીના માલિકને પણ ખબર નહોતી કે દેવશીબાપા વાડીએથી ઘરે આવ્યાં નથી આથી પરિવારજનોએે શોધખોળ શરૂ કરી પણ બે દિવસ ભાળ મળી નહોતી. અચાનક સોમવારે બપોરે એક લાશ કુવાના પાણીમાં તરે છ.ે એવી જાણ મૃતકના પૌત્રને કોઈએ કરતાં તેમણે આ અંગે ભાડલા પોલીસ મથકમાં જાણ કરી હતી.
ત્યાર બાદ લાશને પી.એમ. માટે જસદણ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના ડોકટરોએ આ લાશ કોહવાયેલી છે. તેથી રાજકોટ ફોરેન્સીક લેબોરેટરીમાં આપી એમ થઇ શકે તેવું કહેતા મૃતકના પરિવારજનોઅ. ડોકટરો સાથે એવી ઉગ્ર ચર્ચા કરી કે લાશનું પી.એમ. જસદણ જ કરાવવું છે.
જ્યારે ડોકટરોએ એવી દલીલો કરી કે લાશનું પી.એમ. જસદણ ન થઇ શકે આ અંગે મોડી સાંજ સુધી હોસ્પિટલમાં ઉગ્ર વાતાવરણ રહયું હતું.
દહીસરા ગામના સરપંચ કડવાભાઈ દાનાભાઇ સોસાએ જણાવ્યું કે જો ઘટનાના જવાબદાર ડોકટરો છે.. અને રાજકોટ લાશને પી.એમ. માટે મોકલાશે તો આ લાશ અમારે જોતી નથી. આ ઘટનામાં બન્ને પક્ષે સમાધાન થાય તે હેતુથી દુર્ગેશભાઇ કુબાવત, જીજ્ઞેશભાઇ હિરપરા, ભરતભાઇ છાયાણી ભાજપના આ આગેવાનો દોડી આવ્યા હતા. અને તેમણે બન્ને પક્ષે સમજાવટ થાય તેવી ચર્ચાઓ સાથે લોકોના ટોળા એકઠા થયા હતા.c


Advertisement