ઉના-ગીરગઢડા-જંગલ વિસ્તારમાં મૂશળધાર પાંચ ઇંચ વરસાદ

11 July 2018 03:09 PM
Junagadh
  • ઉના-ગીરગઢડા-જંગલ વિસ્તારમાં મૂશળધાર પાંચ ઇંચ વરસાદ
  • ઉના-ગીરગઢડા-જંગલ વિસ્તારમાં મૂશળધાર પાંચ ઇંચ વરસાદ
  • ઉના-ગીરગઢડા-જંગલ વિસ્તારમાં મૂશળધાર પાંચ ઇંચ વરસાદ

ગીર પંથકની તમામ ની ચાલતી થઇ : ડેમોમાં નવા નીર : કૃષિ પાકોને જીવતદાન મળતા ખેડૂતોમાં કૃષિની લહેર

Advertisement

ઉના તા.11
ઉના - ગીર પંથકમાં ઉના અને ગીરગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો તેમજ વન્ય જંગલમાં મેધરાજા સવારથી સાંજ સુધી વાજતેગાજતે ધમાકેદાર મનમુકીને વરસી પડતા ગ્રામ્ય પંથકમાં ચારેતરફ પાણી પાણી થઇ ગયેલ હતું. ગીરજંગલમાંથી પસાર થતી તમામ નદીઓ વહેતી થઇ હોય અને નાના મોટા હોકળા, નાળાઓ અને ખેતરો પાણીથી ઉભરાઇ પડતા ઉના પંથકના મુખ્ય મચ્છુન્દ્રી ડેમ તેમજ રાવલ ડેમમાં નવાનીર આવતા રાવલ ડેમ હેઠળ આવતી નદીઓ તેમજ જંગલ વિસ્તારમાંથી પસાર થતી નદીઓમાં ધોડાપુર આવતા લોકો મોજમાં આ નીર જોવા ઉમટી પડ્યા હતા..
ઉના અને ગીરગઢડા વિસ્તારના બાબરીયા, ગીરગઢડા, થોરડી, ભાખા, સનવાવ, દ્રોણ, આથમણાપડા, કોદીયા, ધોકડવા, તુલસીશ્યામ, જશાધાર, સામતેર, સનખડા, નાના સમઢીયાળા, ઉંટવાળા, ખત્રીવાડા, ગાંગડા, નિતલી, વડલી, મોલી, તેમજ નવાબંદર, દેલવાડા, સીમર, સૈયદરાવપરા, કેસરીયા, રેવદ, સીમાસી સહીતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ધીમીધારે વરસાદ પડતા 1 થી 4 ઇંચ જેટલો વરસાદ સમગ્ર પંથકમાં પડતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળેલ છે.
આ ગીર જંગલમાં આવેલ રાવલ ડેમ ઉપર 4 ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ડેમમાં 0.20 મિટર નવાનીર આવતા અને રાવલ નદીના નિચાણવાળા ગામમો પાણી ભરાતા નાના મોટા હોકડાઓ ખેતરોના પાણી અને નદીઓમાં ઠલવાતા રાવલ નદીમાં ધોડાપુર આવલ હતું તેમજ મચ્છુન્દ્રી ડેમ ઉપર 45 એમએમ વરસાદ પડતા ત્યાં પણ 0.20 મિટર નવાનીર આવેલ છે. વરસાદના કારણે ધોકડવા ગામમાં છગનભાઇની વાડીમાં દિવાલ ધરાશઇ થયેલ હતી. આ ઉપરાંત ઉગમણા પડા ગામે 5 ઇંચ જેટલો વરસાદ પડી જતા લોકોના ધરોમાં પાણી ધુસી જતાં સામગી્ર પાણીમાં તણાઇ હતી. જંગલ વિસ્તારની સાહી, માલણ, રૂપેણ, સામતેર, સનખડા સહીતની પસાર થતી તમામ નદીઓમાં ધોડાપુર પાણી આવ્યા હતા. ઉના શહેરમાં પણ બપોર બાદ વરસાદના ઝાપટાઓ પડતા ઠંડુગાર વાતાવરણ સર્જાયુ હતું. મેધરાજાની કૃપાથી સમગ્ર વિસ્તારમાં ખેડૂતલોએ વાવેલા કૃષિપાકોને જીવનદાન મળી જતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે.


Advertisement