સરકારી નાણાની ઉચાપતમાં ટીડીઓ સહિત છ સામે ફરિયાદ

11 July 2018 02:43 PM
Botad

રાણપુર તાલુકા પંચાયતમાં

Advertisement

બોટાદ તા.11
રાણપુર તાલુકાના બોડીયા ગામે પાંચ સખી સંઘ હોવા છતા દસ બતાવી 4 લાખના નાણા ઓળવી જનાર ટીડીઓ સહીત છ વ્યકિત સામે ફરીયાદ નોંધાવાતા ચકચાર મચી જવા પામેલ છે.
બનાવની જાણવા મળતી વિગત મુજબ મીનાક્ષીબેન પરાલીયા મીશન મંગલમે પાંચ સખીસંઘ બોડીયા હોવા છતા 10 બતાવી 2,50,000થી વધુ મેળવી તથા હાલ મહેમદાવાદ તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા એચ.એમ. ભાસ્કરે આ નાણા મંજુર કરી ભાવનાબેન ચંદુભાઈ, ચંદ્રીકાબેન વિનુભાઈ માલકીયા, અને નજમાબેન કુરેશીએ તથા મધુબેન ભરતભાઈએ રૂા.1,50,000ની ઉચાપત કરી તા.12/10/2017થી તા.17 એપ્રીલ 2018ના સમયગાળા દરમ્યાન એકબીજાના મેળાપીપણા અને વગનો ઉપયોગ કરી અને હોદાની સતાનો દુરઉપયોગ કરી સરકારી નાણાની કુલ 4 લાખની ઉચાપત કરતા ખળભળાટ મચી ગયેલ છે. જે તમામ આરોપી સામે 409, 406, 468, 471, 114 મુજબ રાણપુર ટીડીઓ ચંદુભાઈ ડી. ભગોરાએ નોંધાવતા ચકચાર મચી જવા પામેલ છે.


Advertisement