જુનાગઢ રઘુવીરપરામાં ઘોડીપાસાનો જુગાર રમતા 10 શખ્સો ઝડપાયા

11 July 2018 02:42 PM
Junagadh

ચોરવાડમાં બેઝબોલના ધોકા વડે હુમલો

Advertisement

જુનાગઢ તા.11
જુનાગઢ તાલુકા પીએસઆઈ પી.બી. લકકડ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ખામધ્રોળ રોડ પર રઘુવીરપરામાં જાહેરમાં ઘોડીપાસાનો જુગાર ખેલતા જીસાન જબરખાન, મુનીર બસીર ખાન, ભાવેશ ગોપાલ શર્મા. વિનાયક વિનોદ ઓઝા, જયેશ ઈશ્ર્વર ચુડાસમા, રામસીંગ દયાળસીંગ, મુસ્તાક હમીદ, સકીલ હબીબ બ્લોચ રફીક રસીક રફાઈને રૂા.16,500ની રોકડ સાથે દબોચી લીધા હતા.
જુગાર ઝડપાયો
માંગરોળથી 15 કી.મી. દુર ભાટ ગામે સીમ વિસ્તારમાં જાહેરમાં જુગઠું રમાતુ હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા જીવણ એભા ગોહેલ, જગા ખીમા જાદવ, વિનોદ કારા પરમાર, મુસા હસન સાટી, ભાણજી જાદવ અને મહેન્દ્ર પ્રાણનાથને રોકડ રૂા.26,225 મોબાઈલ 6 બે મોટર સાયકલ કળી કુલ રૂા.65,225ના મુદામાલ સાથે દબોચી લીધા હતા.
ધોકા વડે હુમલો
ચોરવાડમાં મુંડીયાપા જોશી વિસ્તારમાં રહેતા અને ખાણીયા વિસ્તારમાં દુકાન ધરાવતા સતીષભાઈ જેન્તીભાઈ પંડીત (ઉ.40)ને આરોપી રમેશ જીકુ પંડીત રે.ચોરવાડ ખાણીયા વિસ્તાર વાળાએ મોબાઈલ ફોન બાબતે બોલાચાલી કરી માથામાં બેઝબોલના ધોકા વડે માર મારી લોહીલોહાણ કરી દેતા દવાખાને ખસેડવામાં આવેલ જેની ફરીયાદ સતીષભાઈના ભાઈ મહેશ જેન્તીભાઈ પંડીતે નોંધાવતા પીએસઆઈ એમ.કે. માલમે તપાસ હાથ ધરી છે.
ધમકી આપી
સકકરબાગ પાસેના નાકે શીતલપાનની સામે રામદેવપરામાં રહેતા લીરીબેન જીવાભાઈ જાડેજા (ઉ.45)ને ગત રાત્રીના 10-10ના સુમારે આરોપીઓ સાજણ કાળા જાડેજા, મયુર સાજણ જાડેજા, અજય હરદાસ જાડેજા અને પ્રતાપ હરદાસ જાડેજા તલવાર ધોકા જેવા હથીયારો સાથે લીરીબેનના ઘરે આવી બહાર બોલાવી ગાળો આપી મકાન ખાલી કરી નાખજો નહીંતર તારા દિકરાને જાનથી મારી નાખવો છે. તેવી ધમકી આપતા મોડીરાત્રે એ ડીવીઝનમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઈ કે.સી. રાણાએ તપાસ હાત ધરી છે.


Advertisement