સુરેન્દ્રનગર વોડૅ નં.૧ ની મહિલાઅોઅે કલેકટર કચેરી અને પાલિકા ગજવી: હલ્લાબોલ

11 July 2018 02:32 PM
Surendaranagar
  • સુરેન્દ્રનગર વોડૅ નં.૧ ની મહિલાઅોઅે  કલેકટર કચેરી અને પાલિકા ગજવી: હલ્લાબોલ

રસ્તા, પુરતુ પાણી અને ગટરની સુવિધા અાપવા માંગણી

Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ તા. ૧૧ સુરેન્દ્રનગર દુધરેજ પાલિકાનાં વોડૅ નંબરરુ૧ માં અાવેલ શિવમપાકૅ નિમૅળનગર સહિતના વિસ્તારોમાં પાકા રસ્તા પુરતુ પાણી તેમજ ભુગભૅ ગટર જેવી પ્રાથમિક સુવિધાઅો ન મળતા સ્થાનિક મહિલાઅોઅે કલેકટર કચેરી અને પાલિકામાં હલ્લાબોલ કયોૅ હતો. અને ચોમાસામાં અા વિસ્તારના હાલત કફોડી બને તે પહેલા રસ્તા તેમજ ભુગભૅ ગટરના કામો પૂરા કરવા માંગ કરી હતી. સુરેન્દ્રનગર શહેરમાં જીયુડીસી દ્રારા ભુગભૅ ગટર અને પાણીની લાઈનના ગોકળગાયની ગતીઅે ચાલતા કામથી શહેરીજનો તોબા પોકારી ગયા છે. ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામ કયાૅ બાદ હજુ પણ નવા રસ્તાઅો ન બન્યા હોવાથી તેમજ પાણીની નવી લાઈન નાખવા છતા પુરતુ પાણી ન અાવતુ હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે શહેરનાં વોડૅ નંબરરુ૧ માં અાવેલી શિવમ પાકૅ સોસાયટી નંબરરુ૧, ર, ૩ તેમજ નિમૅળનગર અને ટાળી હોસ્પિટલનાં પાછળના વિસ્તારોમાં પાકા રસ્તા પુરતુ પાણી અને ભુગભૅ ગટર સહિતની પ્રાથમિક સુવિધાઅો મળી રહ્યા નથી. અાવી સ્થાનિક મહિલાઅોઅે કલેકટર કચેરી અને સુધરાઈમાં રજુઅાત કરવા દોડી અાવી હતી. સ્થાનિક મહિલાઅોઅે, ચીફ અોફિસરને રજૂઅાત કરતા જણાવ્યું કે અેકતા ૬ દિવસે પાણી અાવે છે. તે પણ દુષીત અને અપુરતુ અાવે છે. જયારે ભુગભૅ ગટર અને પાણીની લાઈનના કામને કારણે ઠેરરુઠેર રસ્તાઅો ખોદી નાખવામાં અાવ્યા બાદ નવા રસ્તા બનાવવામાં અાવ્યા નથી. જેથી ચોમાસામાં વરસાદને કારણે અા વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્યારે તંત્ર દ્રારા ઝડપથી કાયૅવાહી કરવામાં અાવે તેવી રહીશો દ્રારા માંગ કરાઈ છે અા અંગે પાલિકાના ચીફ અોફિસર અમિત પંડયાઅે જણાવ્યુ કે તમામ વિસ્તારો નવા રોજ બનાવવાના કામો મંજુર થઈ ગયેલા છે. તેમજ નવી પાણીની લાઈનનું ટેસ્ટીગ કયાૅ બાદ પૂરતા પ્રમાણમાં શુઘ્ધ પાણી મળી રહેશે.


Advertisement