પોરબંદરથી અડવાણા સુધીના રાજાશાહી વખતના પુલીયા જજૅહિતા હાલતમાં: જાનહાનિનો સંભવ

11 July 2018 02:14 PM
Porbandar
Advertisement

(બી.બી. ઠકકર) રાણાવાવ તા.૧૧ પોરબંદરી અડવાણા સુધી અનેક રાજાશાહીના વખતના પુણ્યા અેકદમ જજૅરીત બની ગયેલ છે. થોડા સમય પહેલા બાબડાથી ૪ કીમી અને ભારવાડાથી ર કી.મી. વચ્ચે અાવી પુણ્યુ અેકદમ જજૅરીત બની તેની બન્ને સાઈડો નમવા લાગતા અકસ્માતમાં અેક યુવાનનંુ મોત થયેલ અને ૩ થી ૪ યુવાનો ગંભીર ઈજાનો ભાગ બનેલ જે બાબતના મીડીયામા સમાચારો પ્રસાહીત થતા તંત્ર જાગેલ અને તે પુલીયાની બન્ને સાઈડો મજબુત ખીલાસરી નાખી સીમેન્ટથી ભરવામા અાવેલ અને બન્ને સાઈડોમા મજબુત દીવાલો બનાવતા અા પુલીયાનુ જોખમ હાલ પુરતુ ટળી ગયેલ છે અને અા કામમા કોન્ટ્રાકરે પણ અંગત રસ દાખવી કામ કરવતા વાહન ચાલકોને હાશકારો થયેલ છે. પરંતુ હજુ પ થી ૬ પુલીયા અેકદમ જજૅરીત છે. કારણ કે તે છેક રાજાશાહીના વખતના છે. જે તે સમયે વાહન વ્યવહારને ઘ્યાનમાં લઈ બનાવી. પરંતુ હાલ અા રોડ પોરબંદર જામનગરને જોડતો રોડ હોવાથી અા પુલ ઉપરથી ૧ર થી ૧પ ટન વજન ભરેલ ભારે વાહનો અવિરત પસાર થઈ રહેલ છે અને છતા અા પુલીયા ટકેલ છે. પરંતુ હવે તેમની હેપેસીગ પુરી થઈ હોય તેવુ નજરે ચડે છે અને અા પ થી ૬ પુલીયાની સાઈડો અેકદમ જજૅરીત છે અને ગમે ત્યારે ધબાયનમા થાય તેવુ નજરે ચડે છે ઉપરાંત અમુક પુલીયાને તો રેલીંગ જ નથી. જેથી અકસ્માતનો સતત ભય રહેલા છે અને અા બાબત માગૅ મકાન ખાતુ વહેલુ જાગે અને અા જજૅરીત પુલીયાની સાઈડો ફરીથી બનાવવામાં અાવે તેવી ગ્રામજનો તેમજ વાહન ચાલકોની માગ છે. જો અા પુલીયાના કામનંુ તાત્કાલીક સમારકામ કરાવવામાં નહી અાવે તો મોટી જાનહાનની શકયતા છે અને કોઈ અકસ્માત થાય અને કોઈના લાડકવાયાના મૃત્યુ થાય તે પહેલા અા જજૅરીત અને નમી ગયેલ સાઈડો વાળા પ થી ૬ પુલીયાનું કામ તાત્કાલીક શરૂ કરવામાં અાવે તેવી વાહન ચાલકોની માગ છે. હાલ અા વિસ્તારમાં વરસાદ બીલકુલ નથી જેથી વરસાદ પડે તે પહેલ કામ થવુ જરૂરી છે નહીતર ચોમાસામાં પુલીયા વધુ જજૅરીત બની જશે.


Advertisement