કોળી સમાજમાં ડેમેજ રોકવા કોંગ્રેસ એકશનમાં : પુંજાભાઇ વંશને જવાબદારી

11 July 2018 02:14 PM
Gujarat
Advertisement

કુંવરજીભાઇ બાવળીયા કોંગ્રેસ છોડીને ભાજપમાં જતાં કોંગ્રેસને કોળી સમાજમાં જે નુકશાન થવાની શકયતા છે તેને રોકવા માટે પક્ષે ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશને જવાબદારી સોંપી છે. આજે ગાંધીનગરમાં સર્કિટ હાઉસ ખાતે પુંજાભાઇએ પક્ષના કોળી ધારાસભ્યો તથા પૂર્વ ધારાસભ્યોની એક બેઠક બોલાવી છે. જેમાં કોળી સમાજ પક્ષની સાથે જ રહે તેના વ્યુહ રચાશે એટલું જ નહી આગામી સમયમાં કોંગ્રેસ કોળી સમાજનું એક જબરૂ સંમેલન પણ ચોટીલા અથવા જસદણમાં બોલાવવા માટે તૈયારી કરી રહી છે.


Advertisement