જસદણ નજીકની 4 જીનર્સની પેઢી પર વેચાણવેરા તંત્ર ત્રાટક્યું : 27.32 કરોડની વેટ ચોરી પકડાઈ !

11 July 2018 02:12 PM
Jasdan

વેચાણવેરા તંત્રની અવારનવારની માંગણી પછી પણ વેટ અને પેનલ્ટી ભરવામાં અખાડા કરનારા જીનર્સ સામે ઉગામ્યું કાયદાનું શસ્ત્ર : જીનર્સલોબીમાં ખળભળાટ : જસદણ નજીકના લીલાપુર સ્થિત પેઢીના ભાગીદારો સામે લાલ આંખ કરતુ વેચાણવેરા ખાતું ઇન્દ્ર કોટન જીનીંગ એન્ડ પ્રોસેસિંગ પ્રાઈવેટ લીમીટેડના, અવધ ટ્રેડીંગ કોર્પોરેશન,સરદાર ઓઈલ મિલ અને રઘુકુલ કોટેક્ષના ભાગીદારો-માલિકો સામે નોંધાવાયો ગુનો કોટન જીનીંગના વ્યાવસાય સાથે સંકળાયેલા 5 થી વધુ ભાગીદારો સામે જસદણ પોલીસમાં ગુનો નોંધાયો

Advertisement

રાજકોટ તા.11
જસદણ નજીકના લીલાપુર ગામ નજીકની જીનીગ પેઢીઓ પાસે લાંબા સમય થયા વાણીજ્ય વેરા વિભાગના વેટ તથા પેનલ્ટીની અવારનવારની માંગણી છતાં આ બાબતે સરકારી તંત્ર સામે પૈસા ચુકવવામાં અખાડા કરતા ચારેક પેઢીના પાંચ થી વધુ ભાગીદારો સામે ગઈકાલે જસદણ પોલીસમાં ગુનો નોંધાવવામાં આવતા જીનર્સલોબીમાં ખળભળાટ મચી ગયો છે. જસદણ પોલીસે તમામ ભાગીદારો સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ છેલ્લા 10 વર્ષ થયા પોતપોતાની પેઢીના વ્યવસાય માટે વાણીજ્ય વેરા વિભાગમાંથી ટીન નંબર મેળવ્યા બાદ પણ વેટ ભરવામાં અખાડા કરનાર જસદણ પંથકના પાંચેક જીનર્સ સામે ગઈકાલે જસદણ પોલીસમાં જુદી જુદી ચાર એફ.આઈ.આર. નોંધાવવામાં આવી છે.
જે બાબતે પોલીસમાંથી મળતી વિગતો મુજબ જસદણના વિંછીયા રોડ પર આવેલ ઇન્દ્ર કોટન જીનીંગ એન્ડ પ્રોસેસિંગ પ્રાઈવેટ લીમીટેડના ભાગીદારો સુરેશ ગીરધરલાલ તન્ના, પ્રણવ શુરેશ તન્ના, હર્ષદ ગીરધરલાલ તન્ના તથા ઘનશ્યામ ગીરધરલાલ તન્ના(રહે.ચિત્રકૂટ સોસાયટી, સ્ટેસન રોડ, જસદણ) એમ તમામ ભાગીદારોએ ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ 2003 ની કલમ 85(1) મુજબ પોતાની ભાગીદારી પેઢી માટે વાનીજીયક વેરા વિભાગ શાખામાંથી ટીન નંબર 245-026-00440 મેળવી વેપાર ધંધો કરી તેના ઉપરના વેરો નહિ ભરી વાનીજીયક વેરા વિભાગના વેત તથા પેનલ્ટી તથા વ્યાસ સહિતનો કુલ રૂપિયા 2,46,27201/-ની વારંવાર ઉઘરાણી કરવા છતાં નહિ ભરી સરકારને નુકશાન પહોચાડતા આ બારની વેચાણવેરાના વિનોદભાઈ મગનભાઈ મકવાણા(રહે.150 ફૂટ રીંગ રોડ, અમીપાર્ક, બી-1 ની બાજુમાં, રાજકોટ)દ્વારા જસદણ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. જેની તપાસ જસદણ પોલીસના ફોજદાર ડી.એલ.ખાચરે તપાસ હાથ ધરી છે.
બીજી ફરિયાદમાં જસદણના લીલાપુર ગામે અવધ ટ્રેડીંગ કોર્પોરેશન નામની પેઢી માટે ટીન નંબર 2409260017 મેળવ્યો હોવા છતાં વેટ, પેનલ્ટી અને વ્યાજ રૂપિયા 17 કરોડ, 4 લાખ, 14 હજાર, 430/- રૂપિયા ના ચુકવનાર આ પેઢીના ભાગીદાર કમલેશ ગોવિંદ પાનસુરીયા(રહે.સરદાર પટેલ નગર, ગંગાભુવન પાછળ. જસદણ) સામે વિનોદભાઈએ ફરિયાદ નોંધાવી છે.
ત્રીજી ફરિયાદમાં લીલાપુર ગામે રઘુકુલ કોટેક્ષ એન્ડ પ્રોસેસિંગ પ્રા.લીમીટેડના ભાગીદારો ગોવિંદ ખોડા પાનસુરીયા, કમલેશ ગોવિંદ પાનસુરીયા(રહે.બંને જસદણ) એ પણ વાનીજીયક વેરા વિભાગ શાખામાંથી ટીન નંબર 24092601013 મેળવ્યા છતાં વેપાર ધંધા ઉપરનો વેરો નહિ ભરી સરકારને 6 કરોડ, 29 લાખ, 95 હજાર 250/- જેવી રકમ નહિ ચુકવતા તેઓની સામે ગુનો નોંધાવાયો છે.
જયારે ચોથી ફરિયાદમાં લીલાપુર ગામે સરદાર ઓઈલ મિલ નામની પેઢીના માલિક ગોવિંદ ખોડા પાનસુરીયા(રહે.જસદણ)એ 240922600834 ટીન નંબર મેળવ્યો હોવા છતાં 1 કરોડ, 51 લાખ, 82 હજાર, 500/- જેવી રકમ વેરા વિભાગને નહિ ભરતા જસદણ પોલીસમાં ગુનો નોધાવાયો છે.

કઈ પેઢીએ ક્યારથી વાણીજ્ય વેરો નથી ભર્યો ?
જસદણ પંથકમાં જીનર્સ પર ત્રાટકેલા વાનીજીયક વેરા તંત્રએ પોલીસમાં નોંધાવેલા ગુનાઓમાં જણાવેલ છે કે ઇન્દ્ર કોટનના માલિકોએ, અવધ ટ્રેડીંગ કોર્પોરેશનના ભાગીદારોએ, રઘુકુલ કોટેક્ષના માલિકો અને ભાગીદારોએ તા.26-05-2008 થી વેરો ભર્યો નથી. જયારે સરદાર ઓઈલ મિલના માલિકે તા.9-7-2006 થી વેટ,પેનલ્ટી અને વ્યાજ સહિતની રકમ સરકારને ભરી નથી. આ બાબતે અનેક ઉઘરાણી પછી તંત્રને કાયદાકીય કાર્યવાહી કરવી પડી હોવાનું ફરિયાદી વિનોદભાઈ મકવાણાએ જણાવ્યું હતું.


Advertisement