પોરબંદર જીલ્લામાં નાનારુમોટા ઉધોગોને ગ્રહણ લાગ્યું: અનેક અેકમોને તાળા લાગ્યા

11 July 2018 02:10 PM
Porbandar

સરકાર બહારથી ઉધોગોને અામંત્રણ અાપે છે પરંતુ ઘર અાંગણાના ઉધોગો પ્રત્યે દુલૅક્ષ સેવે છે પોરબંદર જીલ્લાને પુન: ઉધોગોથી ધમધમતો કરવાની માંગ

Advertisement

(બી.બી. ઠક્કર) રાણાવાવ તા. ૧૧ પોરબંદર શહેર અને જીલ્લામાં ઉધોગોને ગ્રહણ લાગ્યુ હોય તેમ છેલ્લા ૪૦ વરસમાં પોરબંદર જીલ્લામંાથી ઉધોગો અેકયા બીજી રીતે નાશ થઈ રહ્યો છે. સૌથી પહેલા જાેઈઅે તો પોરંબદરમાં સૌથી પહેલા સુરજ બલ્બની ફેકટરી બંધ થઈ જે બલ્બ ગુજરાતમાં પ્રથમ બનતા હતા. ત્યારબાદ જુના બંદર કાઠે અાવેલી અેસ.અેસ.સી. સીમેન્ટ ફેકટરી બંધ થઈ. રણના કાંઠે અાવેલી અેમ.પી. સીમેન્ટ બંધ થઈ ગઈ પોરબંદરની પ્રખ્યાત મહારાણા મીલ બંધ જાય. તેની બાજુમાં અાવેલા વેજીટેબલ અોઈલ મીલ (જગદીશ અોઈલ ઈન્ડસ્ટ્રીઝ જયારે બેરીગ બનાવની ફીટ ટાઈ અેન્ડ નટ બોલ બેરીગ નામનો હેવી ઉધોગ બંધ થયો. અાદીતપર ગામે અાવેલી હીમાલયા સીમેન્ટ ફેકટરી બંધ, મોકર ગામે અાવેલ સૌરાષ્ટ્ર ફયુલ નામની કોલસાની મોટી ફેકટરી બંધ થઈ, બોરડી ગામે અાવેલી કોલસા ફેકટરી બંધ થઈ અા બધી મોટા ઉધોગો બંધ થયા તો નાના નાના કેટલાય ઉધોગો બંધ થયા અાની પાછળનંુ કારણ જાણવાનું વહીવટી તંત્ર કે સરકારે કયારેય પ્રયાસ કયોૅ હોય તેવુ જણાતું નથી હવે છેલ્લે છેલ્લે પોરબંદર ઉધોગનગરમાં અાવેલી અોરીઅેન્ટ અેબ્રોસીવને તાળા લાગી ગયા છે ૧ર૦૦ લોકોને રોજી રોટી અાપતી ફેકટરી બંધ થતા લોકોમાં ભારે કશવાટ જાેવા મળે છે. ઉધોગો બંધ થવાના મુળ સુધી સરકારે પહોંચવુ જાેઈઅે પોરબંદર જીલ્લામાં સીમેન્ટ ઉધોગ, સોડા અેરા ઉધોગ માટે ભારે સાનુકુળ છે. સોડા અેક્ષ અને સીમેન્ટ ઉધોગ માટે લાઈમ સ્ટોન અેશીયા ખંડમાં સૌથી êચો પથ્થર રાણાવાવ પોરબંદર વિસ્તારમાંથી મળે છે. અા ઉપરાંત હવે છેલ્લે રાણાવાવના અાદીત્યાણા વિસ્તારમાં અાવેલી ચોક માટી ઉધોગને પણ ગ્રહણ લાગેલુ જાેવા મળે છે. અામ જાેઈઅે સરકાર બહારથી ઉધોગો લાવવા માટે પ્રયત્ન સીલ છે. ઘર અાંગણે અાવેલા ઉધોગોને કે નવા ઉધોગોનો પોરબંદર જીલ્લામાં શા માટે ઉદય થતો નથી. અા વાત ગુજરાત સરકાર સરકારે જાણી તેના મુળીયા સુધી જઈ પોરબંદર જીલ્લાને ધમધમતો કરવા માંગણી થઈ છે.


Advertisement