રંગીન મિજાજી પિતાના સગીરા સાથેના આડા સંબંધના કારણે માસુમ બાળકનો ભોગ લેવાયો

11 July 2018 02:10 PM
Gondal
  • રંગીન મિજાજી પિતાના સગીરા સાથેના આડા સંબંધના કારણે માસુમ બાળકનો ભોગ લેવાયો

ગોંડલના બીલીયાળામાં માસુમ બાળાની હત્યા કરી બોરમાં દફનાવી દેવાની ઘટનામાં હત્યારાની ધરપકડ : પોલીસ તપાસનો ધમધમાટ

Advertisement

(જીતેન્દ્ર આચાર્ય)
ગોંડલ તા.11
બીલયાળા પાસે જીનિંગ મિલમાં બોર માંથી મળી આવેલી બાળકીની લાશની ઘટનામાં પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે, પિતાના સગીરા સાથેના અનૈતિક સબંધ મા માસુમ બાળાનો ભોગ લેવાયો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે બિલીયાળા ગામના પાટિયા પાસે આવેલા જીનિંગ મિલમાં ચાર દિવસ પહેલા બાબુલાલસિંગ ઇન્દ્રસિંગ આદિવાસીની ત્રણ વર્ષની માસુમ પુત્રી વર્ષા ગુમ થયા બાદ તેનો મૃતદેહ બોરમા મળી આવ્યો હતો અને પોલીસને પહેલેથી જ હત્યાની શંકા ઉદભવી હતી, 20 કલાકની જહેમત બાદ નગરપાલિકા ફાયર ફાઈટર ટીમ, પોલીસ સ્ટાફ અને માનવ સેવા ટ્રસ્ટ ના સભ્યો એ બાળાનો મૃતદેહ બહાર કાઢી આપ્યો હતો અને પીએમ માટે ફોરેન્સિક લેબ રાજકોટ ખાતે ખસેડયો હતો.
આ ઘટનાની તપાસ ચલાવી રહેલ સીપીઆઇ વી.આર.વાણીયા તેમજ પી.એસ.આઇ મીઠાપરા ને આ ઘટનામાં પહેલેથી જ હત્યાની શંકા હોય તપાસનો ધમધમાટ શરૂ કરી માધવ પ્રતાપસિંહ ચૌહાણ ઉમર વર્ષ 25 રહે તાલુકો આંબવા, મધ્યપ્રદેશ વાળાની અટક કરી આગવી ઢબે પૂછપરછ કરતા પોપટ બની ગયો હતો અને માસુમ બાળાની હત્યા કરી તેના મૃતદેહને બોરમાં નાખી દીધો હોવાની કબૂલાત કરી હતી.
આરોપી શખ્સ માધવ એ પોતાની કબૂલાતમાં જણાવ્યું હતું કે હત્યાની સાંજે બાબુલાલસિંગ ને તેની પત્ની સુમિત્રા સાથે ઝઘડો થતા તે રિસાઈને જલારામ કોટન મીલ માં રહેતી તેની બહેનને ત્યાં ચાલી ગયેલ હતી, બાદમાં પોતે બાબુલાલ સમજાવવા જતાં તેની સાથે પણ ઝઘડો કરવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો કે મારી પત્ની ભલે ચાલી ગઈ મારે તારી પુત્રી સાથે સંબંધ છે મારે તેને ઘરમાં બેસાડવી છે, તેવું કહેતા માધવ ક્રોધે ભરાયો હતો અને તે હાલતમાં જ તે તેની ઓરડી એ પરત ફર્યો હતો જ્યાં ત્રણ વર્ષની માસૂમ બાળા વર્ષા રમી રહેલ હોય તેને એક ઝાપટ મારતા તે પડી ગઈ હતી અને માથે તે ને એક લાકડાનો ધોકો મારતા તે મરણ પામી હતી.
બાદમાં લોકો વર્ષાને ગોતવા લાગતા જીનિંગ મિલ ખાલી જણાતા લાશને કોથળામાં લઈ તે બોર પાસે પહોંચ્યો હતો અને ઊંધે માથે વર્ષા ની લાશ ને બોરમાં નાખી દીધી હતી, ત્રણ-ચાર ફૂટે લાસ અટકી જતા લોખંડના એંગલ વડે ધક્કા મારી નીચે ઉતારી દઇ તેના માથે કોથળો ઢાંકી દીધો હતો અને બે દિવસ બાદ ઘટનાની જાણ પોલીસને થવા પામી હતી.


Advertisement