તળાજાના કોંગી નગર સેવક સહિત 6 સામે માર મારી લૂંટ ચલાવ્યાની ફરિયાદથી ભારે ચકચાર

11 July 2018 02:08 PM
Bhavnagar
  • તળાજાના કોંગી નગર સેવક સહિત 6 સામે
માર મારી લૂંટ ચલાવ્યાની ફરિયાદથી ભારે ચકચાર

કોંગી નગર સેવક ભાવનગર કોંગ્રેસ કાર્યાલયમાં હાજર હતા તેવું જણાવતા મામલો રાજકિય હોવાની ચર્ચા

Advertisement

ભાવનગર/તળાજા તા.11
તળાજાના પાદરી (ભં) ગામે રહેતા યુવાને પોતાના પર રામપરા રોડ ખાતે ગઈકાલે બપોરના સમયે હુમલો કરી મોબાઈલ અને રોકડ રકમની લુંટ ચલાવ્યાની કોંગ્રેસના નગર સેવક સહીત છ શખ્સો વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે. બીજી તરફ નગર સેવકએ પોતે બનાવ સમયે કોંગ્રેસની કોર કમીટીની બેઠકમાં હાજર હોવાનો પૂરાવો પોલીસને આપ્યો છે.
તળાજા શહેર પંથકમાં ચકચાર મચાવતા બનાવની મળતી વિગતો અનુસાર તળાજામાં દુકાન ધરાવતા અને પાદરી (ભં) ગામે રહેતા લાખાભાઈ વાજસૂરભાઈ ભંમર (ઉ.32) એ સાકીર, અખ્તર અને સોયબભાઈ તથા અજાણ્યા ત્રણ મળી છ શખ્સોએ હુમલો કરી પાઈપ મારેલ તથા ખીસ્સામાં રહેલ બે મોબાઈલ રૂા.14000 તથા રોકડા 5400ની લૂંટ ચલાવેલ.
ગઈકાલે બપોરના સમયે બનેલ બનાવને લઈ ઈજાગ્રસ્તને તળાજા અને કાનમાં ઈજા હોવાના કારણે ભાવનગર સારવાર માટે ખસેડવામાં આવેલ.
બીજી તરફ નોંધાયેલ એફઆઈઆરમાં કોંગ્રેસના નગર સેવક સોયબભાઈ પઠાણનું નામ હોવાનું તેઓના ધ્યાનમાં આવતા તળાજા પોલીસને પોતાના વિરૂધ્ધ નોંધાયેલ ફરીયાદ ખોટી હોવાનું જણાવી બનાવના સમયે ભાવનગર સ્થિત કોંગ્રેસની કોર કમીટીની બેઠકમાં હાજર હોવાના ફોટા સાથે પૂરાવાઓ રજુ કર્યાનું જણાવ્યુ હતું.
તપાસકર્તા પો.ઈ. બી.એમ. લશ્કરી દ્વારા મારામારીના બનાવ સ્થળ નજીક સ્કુલ આવેલી હોય ત્યાંના સીસી ટીવી કેમેરાના ફૂટેજ મેળવવાની સાથે તપાસ હાત ધરી હોવાનું જણાવ્યુ હતું. ફરીયાદી પક્ષે ઉમેર્યુ હતું કે અન્ય ત્રણ ચાર વ્યકિતઓ પર માર મારવામાં આવ્યો હતો.


Advertisement