બર્ફિલા બાબા અમરનાથના દર્શન કરી હેમખેમ પરત ફરતા જેતપુરના ભાવિકો

11 July 2018 02:06 PM
Junagadh
  • બર્ફિલા બાબા અમરનાથના દર્શન
કરી હેમખેમ પરત ફરતા જેતપુરના ભાવિકો

Advertisement

(દિલિપ તનવાણી) જેતપુર તા.11
બાબા અમરનાથના દર્શન કરવા એક જીંદગીનો લ્હાવો છે બાબાના દર્શનાર્થે જનારાઓની સંખ્યા વધતી જ જાય છે. ત્યાં આતંકવાદીના હુમલાનો ડર હોવા છતા બાબાના ભકતોને કોઈની બીક રહેતી નથી અને સુરક્ષા જવાનો પણ ખડે પગે રહે છે જેથી લોકોના આત્મવિશ્ર્વાસ વધી જાય છે.
આ વખતે બાબા અમરનાથના દર્શન કરવા જેતપુરના દુલ્હન પ્રિન્ટ વાળા પ્રવિણભાઈ ગોંડલીયા તેમના પત્ની ભાનુબેન સહીત કુલ 21 લોકો ગયેલ તેઓ દર્શન માટેની પહેલી ટુકડીમાં હતા તેમને બાબાના દર્શન થઈ જતા તમામ લોકો પરત ફરેલ. ત્યારે પ્રવિણભાઈએ તેમનો અનુભવ જણાવેલ કે અમો જયારે યાત્રા શરૂ કરેલ ત્યારે અમોને દરેક લોકોની વાતો સાંભળેલ કે ત્યાં ત્રાસવાદી હુમલો કરે છે. વરસાદ પડતા રસ્તો બંધ થઈ જાય છે પરંતુ બાબા અમરનાથ ઉપર શ્રધ્ધા હોય અમો તમામ લોકોએ યાત્રાની શરૂઆત કરેલ પરંતુ ભારે વરસાદ પડતા ત્રણ દિવસ સુધી બેઈઝ કેમ્પ અમોને પરત બોલાવી લીધેલ ત્યાં પણ એકદમ સારી સગવડ મળેલ અને જયારે વરસાદ બંધ થઈ જતા રસ્તા ખુલી જતા અમોએ ફરી યાત્રા શરૂ કરેલ અને બાબાના દર્શન કરેલ ખરેખર બાબાના દર્શન અલૌકીક છે અને ત્રાસવાદી હુમલા વિશે જણાવેલ કે ત્યાં સુરક્ષા જવાનોના એવડા મોટા કાફલા કે કોઈ જાતની બીક લાગે તેમ નથી તેઓ તેમના જીવના જોખમે દરેક યાત્રીકોની સલામતી રાખે છે અમુક જગ્યા તો એવી છે કે જયાં આપણે પહોંચી પણ ન શકી ત્યાં સૈનિકો ફરજ બજાવે છે. ખરેખર તેમને સલામી કરવાનું ચુકવી જોઈએ નહિ.
ભીખુભાઈએ જણાવેલ કે હાલ જમ્મુ કાશ્મીરની સ્થિતિ સારી નથી છતા શ્રધ્ધાળુઓના ઉત્સાહમાં કોઈ ફેર પડતો નથી. યાત્રાના રૂટ ઉપર સૈનિકોની ભુમીકા બેહદ મહત્વની રહી છે. ખરેખર તો તેના કારણે જ આપણે બાબા અમરનાથના દર્શન કરી શકીએ છીએ.


Advertisement