મેંદરડાના ગુંદાળા ગામના કિસાને વાવેલ મગફળીના ખેતરમાં ભુંડનું ટોળુ ખાબકતા સત્યાનાશ

11 July 2018 02:03 PM
Junagadh
  • મેંદરડાના ગુંદાળા ગામના કિસાને વાવેલ  મગફળીના ખેતરમાં ભુંડનું ટોળુ ખાબકતા સત્યાનાશ

મગફળીના પાકનો સોથ વાળી નાખતા ખેડુતોની માઠી

Advertisement

મેંદરડા, તા. ૧૧ મેંદરડા તાલુકાના ગુંદાળા ગામના ખેડુત જગમાલભાઈ ભુરાભાઈ પીઠીયાઅે સાતરુઅાઠ દિવસ પહેલા મગફળીનું વાવેતર કરેલ અને હજુ મગફળી ઉગી રહેલ હતી ત્યાં જ અાજ રાત્રી દરમ્યાન જંગલી ભુંડ તેમના ખેતરમાં અાવી ચડતા અાશરે ચારેક વિઘા જેટલી મગફળીના વાવેતરને સાફ કરી નાખેલ તેમજ તેમની બાજુમાં બોઘાભાઈ નાથાભાઈ ડેરના પણ ખેતરમાં પણ જંગલી ભુંડ અાવી બે વિઘા જેટલી મગફળીના છોડને ખોદી નાખતા ખેડુતો ભારે સંકટમાં મુકાય ગયેલ છે. દિવસે દિવસે જંગલી ભુંડ રોઝ વગેરે પ્રાણીઅોના ત્રાસ વધતો જાય છે. થોડા સમય પહેલા તાલુકાને ઝીંઝુડા, ખોડીયાર, અરણીયાળા વગેરે ગામોમાં જંગલી ભુંડ દ્વારા મગફળીના પાકને નુકસાન કરેલના અહેવાલો હતો. ખેડુતઅે ખાતર, બિયારણ મજુરી વગેરેના ખચાૅ તેમજ રાત દિવસ મહેનત કરીને વાવેલ પાકને બેરુચાર કલાક રેઢા રહી જતા ખેતરમાં અાવા જંગલી ભુંડ અાવી ચડે અને ખેડુતોઅે વાવેલ પાકનો સફાયો કરી નાખે છે. ગુંદાળાના સરપંચ ગોપાલભાઈ મધુભાઈ ગજેરા તેમજ અન્ય દ્વારા જાત નિરીક્ષક કરી ખેડુતને થયેલ નુકસાની અંગે જંગલ ખાતા તેમજ ઉચ્ચ કક્ષાઅે રજુઅાત કરી અાવા ખેડુતોને તુરંત સહાય ચુકવવા માંગ કરી છે.


Advertisement