ધારીનાં ફતેગઢ જુની દિવાલમાં ચણતર કામમાં ભારે ગોલમાલ

11 July 2018 01:40 PM
Amreli

ડીડીઓને પુરાવા સાથે લેખીત રજુઆત

Advertisement

અમરેલી તા.11
ધારી તાલુકાના ફતેગઢ (નવાગામ)માં બનતી સુરક્ષા દીવાલમાં રેતીના બદલે ધુળ વાપરી જુની દીવાલ પર નવી દીવાલ બનાવી દેવાતા ઉચ્ચસ કક્ષાએ રજુઆત કરી તપાસ કરવા માંગ કરી છે. તેમજ અહિના જાગૃત્ત યુવાને તમામ પુરાવા ટીડીઓને આપ્યો છતાં કોઈ કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરવામાં આવ્યોી હતો.
આ અંગેની વિગતો મુજબ ધારીનાં ફતેગઢ ગામનાં પરેશભાઈ દવેએમુખ્યજમંત્રી, કલેકટર, ડીડીઓ સહિતનાને રજુઆત કરી જણાવ્યું હતું કે, અહિ બનતી સુરક્ષા દીવાલમાં કોન્ટ્રા કટરે રેતીના બદલે ધુળ વાપરી જુની દીવાલ પર નવી દીવાલ ચણી લીધી છે. આ અંગે ટીડીઓને વિડીયોગ્રાફી સહિતના પુરાવાઓ આપ્યાા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તપાસ કરી કોન્ટ્રા કટર વિરૂઘ્ધષ પગલા લેવા માંગ કરી હતી.
શું કહે છે ટીડીઓ : આ અંગે ધારી ટીડીઓ વેગડાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ફરિયાદ મળતા સ્થીળ તપાસ કરી હતી. જુની દીવાલ પર નવી દીવાલ બનાવી હોય તેનું બીલ મંજુર કરાશે નહિ નવી દીવાલ બનાવવા આદેશ આપેલ છે.
આ અંગે અરજદારનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, ટીડીઓને પુરાવા રૂપે વિડીયો મોકલ્યાા બાદ તે તપાસ કરવા આવેલા અને થોડીવાર ઠપકો આપ્યાન બાદ ચા-પાણી પીવા ગયા હતા અને ઠંડા પડી ગયા હતા. કોન્ટ્રા કટર સામે કાર્યવાહી કરી નથી.


Advertisement