અમરેલી જિલ્લાના દરીયાકાંઠાના જાફરાબાદમાં 3 ઇંચ

11 July 2018 01:39 PM
Amreli
  • અમરેલી જિલ્લાના દરીયાકાંઠાના જાફરાબાદમાં 3 ઇંચ

ગીરકાંઠાના ખાંભા ગ્રામ્ય વિસ્તારોમાં નદીઓ ગાંડીતૂર બની

Advertisement

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે આજરોજ બપોરના ત્રણ વાગ્યાભથી સાડા પાંચ વાગ્યાી સુધીમાં ત્રણ ઈંચ વરસાદ ખાબકી જતાં રૂપેણી નદીમાં ઘોડા પુર આવ્યાા હતા. તેમજ ભાડા, વડલી, માણસા, સાણા-વાંકિયા, મોલી, છેલણાં, હેમાળ વગેરે ગામોમાં 1 થી 3 ઈંસ સુધી વરસાદ ખાબકતા નિચાણ વાળા વિસ્તાારોમાં પાણી ભરાયા હતા. જોકે મોડો-મોડો છતાં સારો વરસાદ વરસી જતાં જગતનો તાત ખુશનુમાં જોવા મળે છે. ખાંભાનાં ગીર પંથકનાં રબારીકા, સાળવા, પીપળીયા, પચપચીયા, કંટાળા, ચકરાવા, ધુંધવાના સહિતના ગામોમાં ધોધમાર ર થીપ ઈંચ વરસાદ. માલણ નદીમાં ઘોડાપુર આવતા સમગ્ર પંથકની જનતામાં આનંદની લાગણી ફરી વળી છે. (તસવીર : મિલાપ રૂપારેલા-અમરેલી)


Advertisement