અમદાવાદની રથયાત્રામાં યુપીના મુખ્યમંત્રી યોગી નહીં આવે

11 July 2018 01:27 PM
Gujarat

અમિત શાહ મંગળાઆરતી તથા રૂપાણી પહિંદ વિધી કરશે

Advertisement

અમદાવાદ તા.11
અમદાવાદમાં જગન્નાથ મંદિર દ્વારા આયોજીત રથયાત્રામાં ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને અતિથી વિશેષ તરીકે આમંત્રિત કર્યા હતા. પરંતુ તેઓ આ રથયાત્રામાં ઉ5સ્થિત રહી શકશે નહીં.
મંદિરના એક ટ્રસ્ટીના જણાવ્યા પ્રમાણે 141મી રથયાત્રા માટે તેમને આમંત્રિત કરાયા હતા. પરંતુ તેઓ તરફથી હજુ સુધી સતાવાર હાજરી માટે જવાબ મળ્યો નહતો. ત્યારે હવે મુખ્યમંત્રી આદિત્યનાથ ઉત્તરપ્રદેશમાં અન્ય એક ઉદઘાટન કાર્યક્રમમાં હાજર રહેવાના હોય અહીં આવી શકશે નહીં તેવું જાણવા મળ્યું છે.
રથયાત્રાના આયોજન સંબંધિત જાહેરાત માટે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મંદિરના ટ્રસ્ટી ઝાએ જણાવ્યું હતું કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતશાહ 4 વાગ્યે મંગળા આરતી કરશે. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી પહિંદ વિધી કરશેે.
આ રથયાત્રામાં ભગવાનને રજવાડા જેવાા સાજ શણગાર કરાશે. ગત વર્ષે ગોવાળ જેવા શણગાર કરવામાં આવ્યા હતા. આ વખતે પ્રથમ વખત રામાનંદ સંપ્રદાયના જગતગુરૂ રથયાત્રામાં ઉપસ્થિત રહેશે.


Advertisement