આજથી મુંબઈ-પોરબંદર સૌરાષ્ટ્ર એકસપ્રેસ ટ્રેન રદ: ઓખા-મુંબઈ નહી દોડે

11 July 2018 01:15 PM
Gujarat

મુંબઈ સાથેના ટ્રેન વ્યવહાર ધીમે ધીમે પુર્વવત થશે આજની દુરન્તો અંગે પણ અનિશ્ર્ચિતતા

Advertisement

રાજકોટ: મુંબઈમાં ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર સાથેના ટ્રેન વ્યવહારને અસર થઈ છે. જેમાં આજે સવારે મુંબઈથી ઉપડતી મુંબઈ-પોરબંદર ટ્રેન રદ કરવામાં આવી છે. પશ્ર્ચિમી રેલ્વેની એક યાદી મુજબ વરસાદથી ઠેર ઠેર ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. જેના કારણે તા.11 તથા તા.12ના રોજ જે ટ્રેનોને અસર થશે તે માહિતી રજુ છે. ટ્રેન નં. 22945 મુંબઈ- સેન્ટ્રલ- ઓખા- સૌરાષ્ટ્ર મેલ જે ગઈકાલે રવાના થવાનો હતો તે રદ થયો છે. ટ્રેન નં. 19251/52 સોમનાથ ઓખા- સોમનાથ ટ્રેન જે ગઈકાલે રવાના થવાની હતી તે રદ થઈ છે. ટ્રેન નં. 12946 જે ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેઈલ પણ રદ થયા છે. ટ્રેન નં. 12267 મુંબઈ સેન્ટ્રલ દુરન્તો જે રવિવારે મુંબઈથી રદ કરાયો હતો તેનો રેન્કના અભાવથી ગઈકાલથી રાજકોટથી રવાના થતી દુરન્તો પણ રદ થઈ છે. આ ઉપરાંત ગઈકાલે સીક્ધદરાબાદ ટ્રેન રાજકોટ વસઈ રોડ વચ્ચે રદ થઈ હતી. જયારે તિરુવલ્લી-ઓખા એકસપ્રેસ અન્નાવરથી દોડી રહી છે. રેલ્વે સૂત્રોના જણાવ્યા મુજબ ગઈકાલે દુરન્તો ટ્રેન આવી નહી હોવાથી આજથી દુરસ્તો ટ્રેન અંગે પણ હજું કોઈ નિશ્ર્ચિત નથી.


Advertisement