એન્જીનીયરીંગમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ 64% સીટો ખાલી: 20,000 બેઠક ભરાઈ

11 July 2018 12:29 PM
Education Gujarat
  • એન્જીનીયરીંગમાં પ્રવેશના પ્રથમ રાઉન્ડ બાદ 64% સીટો ખાલી: 20,000 બેઠક ભરાઈ

Advertisement

અમદાવાદ તા.11
સોમવારે એન્જીનીયરીંગમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ યોજાઈ ગયો જેમાં 31,934 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હોવા છતાં હજુ પણ 64 ટકા એટલે કે કુલ 55,422 ડીગ્રી એન્જીનીયરીંગની સીટો હજુ પણ ખાલી પડી છે તથા 11,934 વિદ્યાર્થીઓને તેની પસંદગીની કોલેજોમાં પ્રવેશ મેળવી શકયા ન હોય. બીજા રાઉન્ડમાં જોડાયા હતા. સામે પ્રથમ રાઉન્ડના અંતે માત્ર 20,000 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
વ્યવસાયિક અભ્યાસક્રમોમાં પ્રવેશ આપતી કમીટીના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પ્રથમ રાઉન્ડ બાદ 75 ટકા કવોયા એટલે કે 34,642 બેઠકો સરકારી કોલેજોમાં પણ ખાલી રહી હતી. જયારે આખુ ચિત્ર ત્યારે જ સ્પષ્ટ થશે જયારે જે-તે કોલેજમાં મેનેજમેન્ટ કવોટાના પ્રવેશ અંગેની માહિતી કમીટીને પ્રાપ્ત થશે. પ્રથમ રાઉન્ડના અંતે ત્રણ કોલેજોને એકપણ વિદ્યાર્થીઓ મળ્યા નહતા. જયારે અન્ય 39 કોલેજોમાં પણ 10 ટકા બેઠકો જ ભરાઈ છે. જયારે 21 કોલેજોમાં 10થી30 ટકા જ પ્રવેશ મેળવાયા છે.
રસપ્રદ રીતે 21 કોલેજોમાં 100 ટકા સીટો ફાળવવામાં આવી હોવા છતાં તેમાંથી કોઈ કોલેજમાં પ્રવેશ સંપૂર્ણ જોવા મળ્યા ન હતા. 6 જુલાઈએ જયારે બેઠકોની ફાળવણી કરવામાં આવી રહી હતી ત્યારે રાજયમાં કુલ ક્ષમતાની 50 ટકા બેઠકો પણ ભરવામાં સફળતા પ્રાપ્ત થઈ નથી તેમજ રાજયની 140 કોલેજોમાંથી 17 ટકા કરતા વધુ કોલેજોમાં 10 ટકા પ્રવેશ પણ થયા નથી.


Advertisement