વેરાવળમાં જજના નામે રૂ.18 લાખની લાંચ માંગનાર શખ્સની ધરપકડ કરાઈ

11 July 2018 12:21 PM
Veraval

પીજીવીસીએલના કેસમાં નિર્દોષ સાબીત કરી દેવા માટે લાંચ મંગાતા લાંચ રુશ્વત બ્યુરોમાં ફરીયાદ થઈ હતી: રાજકોટ ગ્રામ્ય એસીબીની ટીમ દ્વારા કાર્યવાહી

Advertisement

રાજકોટ, તા 11
વેરાવળ કોર્ટમાં પીજીવીસીએલના કેસ ચાલતો હોય તે અંગે ફરીયાદી પાસે નિર્દોષ સાબીત કરી દેવા માટે 18 લાખ રૃપિયામાં જજના નામે પતાવટ કરી દેવાની શખ્સે લાંચની માંગણી થઈ હતી જે અંગે એસીબીમાં ફરિયાદ થયા બાદ રાજકોટ ગ્રામ્યની ટીમે કાર્યવાહી કરી આરોપીની અટક કરી તેની સામે ગુનો નોંધાયો હતો.
આ બનાવની વિગત એવી છે કે, લાંચ રૃશ્વત બ્યુરોમાં એક ફરીયાદીએ ફરીયાદ નોંધાવી હતી. ભાવિનભાઈ મનુભાઈ કારીયાએ તેનો વીજચોરી સંબધિત ગુનો કે જે વેરાવળ ચોથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં ચાલતો હતો તેમાં નિર્દોષ જાહેર કરાવવા માટે જજના નામે રૂ 18 લાખની માંગણી કરી હતી. અને ભાવિને તેનું કોર્ટમા ચાલે છે તમારૂ બધુ પતી જશે. તેમ જણાવેલ હતું.
જેથી આ અંગે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કર્યા બાદ ગઈકાલ સાંજના આ ફરિયાદ સંદર્ભે રાજકોટ ગ્રામ્ય એસીબીના પી.આઈ ગોહિલ તેમજ રાઇટર દિલીપસિંહ તથા તેમની ટીમે જરૂરી કાર્યવાહી કરી હતી અને જજના નામે લાંચ માંગનાર ભાવિન કરીયા સામે ભ્રષ્ટાચાર અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી હતી.
આ શખ્સને કોર્ટમાં કોઈ વ્યક્તિ સાથે આ શંકાસ્પદ વ્યવહાર છે કે કેમ સહિતની બાબતો અંગે તપાસ ચલાવામાં આવી રહી છે. પૂછપરછ દરમિયાન વધુ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવવાની શક્યતા નકારી શકાતી નથી.
યુ.પી) હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરાઈ હતી.જેથી પોલીસ આરોપીને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે બાળકીના માતાની ફરિયાદ પરથી મહિલા પોલીસે આરોપી રામભવાન સામે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. બનાવ અંગે પી.એસ.આઈ આઈ.એમ.ઝાલાએ જણાવ્યું હતું કે આરોપી બાળકીના ઘર નજીક મિત્રના ઘરે શરાબની મહેફિલ માણવા આવ્યો હતો.તેના મિત્ર ચાલ્યા ગયા બાદ તે એકલો ઘરે હતો તેણે બાળકીને એકલા રમતા જોઈ તેના પર નજર બગાડી અડપલાં કર્યા હતા.


Advertisement