"મારી સામે કાતર કેમ મારશ?” તેવું કહી પડોશી યુવાનની લાકડીઓ મારી હત્યા

11 July 2018 12:14 PM
Bhavnagar
  • "મારી સામે કાતર કેમ મારશ?” તેવું કહી પડોશી યુવાનની લાકડીઓ મારી હત્યા

ભાવનગરના જેસર ગામે બનેલ ચકચારી બનાવમાં ફરિયાદ

Advertisement

(વિપુલ હિરાણી)
ભાવનગર તા.11
સામે જોઈ કાતર કેમ મારે છે? તેમ કહી યુવાને પાડોશી યુવાનનાં માથાનાં ભાગે લાકડીના બે ફટકાર ઝીંકી દેતા યુવાનનું મોત નિપજતા બનાવ હત્યામાં પરીણમ્યો છે.
ખુનના આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લાના જેસર તાલુકાનાં ચોક ગામે રહેતા હરેશભાઈ ભોપાભાઈ વાળાને તેની બાજુમાં રહેતા યુવાન સુરેશ મનજીભાઈ વાઘેલાએ ‘તુ મારી સામે જોઈ કાતર કેમ મારે છે’ તેમ કહી ઝઘડો કરી ઉશ્કેરાઈ માથાનાં ભાગે લાકડીના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા હરેશભાઈને ભાવનગરની હોસ્પીટલ ખસેડાયેલ જયાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજયુ હતું.
સામાન્ય બાબતે યુવાનની પાડોશી યુવાને હત્યા કરતા નાના એવા ચોક ગામમાં ચકચાર મચી જવા પામી છે.


Advertisement