ગીર સોમનાથ, સોરઠ, બોટાદ જિલ્લામાં વધુ ૧ થી પ èચ વરસાદ : ગામડા જળબંબાકાર

11 July 2018 12:12 PM
Veraval
  • ગીર સોમનાથ, સોરઠ, બોટાદ જિલ્લામાં વધુ ૧ થી પ èચ વરસાદ : ગામડા જળબંબાકાર

સૌરાષ્ટ્રરુકચ્છના માત્ર ત્રણ જિલ્લામાં મહેર : રાજકોટ સહિતના વિસ્તારોમાં માત્ર મેઘાડંબર તાલાલામાં ધોધમાર પોણા પાંચ èચ : નદીરુનાળા છલકાઈ ગયા વેરાવળમાં સાડા ત્રણ èચ : માધવરાય મંદિરમાં પાણી ઘુસ્યા : માંગરોળ ર। èચ કોડીનારરુસુત્રાપાડા પંથકમાં પાણી પાણી : માળીયા અને વિસાવદરમાં અઢી èચ બરવાળામાં ૪ èચ, રાણપુર, બોટાદ અને ગઢડામાં ત્રણરુત્રણ èચ વરસાદ

Advertisement

રાજકોટ, તા. ૧૧ સૌરાષ્ટ્રરુકચ્છમાં માત્ર બે થી ત્રણ જિલ્લામાં વરસી રહેલા વરસાદથી તે વિસ્તારો તો તરબોળ બની રહયા છે. પરંતુ રાજકોટ સહિતના જિલ્લા હજુ તરસ્યા છે. જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જિલ્લામાં ગત રાત્રી સુધી વરસાદ ચાલુ રહેતા અનેક ગ્રામ્ય વિસ્તારો જળબંબોળ થઈ ગયાના અહેવાલ છે. ગીર સોમનાથના તાલાલામાં સૌથી વધુ પોણા પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. વેરાવળના માધવરાય મંદિરમાં પાણી ઘુસી ગયા હતા. ગીરગઢડાના જંગલ વિસ્તારમાં પાંચ ઈંચ વરસાદ પડી ગયો છે. વેરાવળમાં સાડા ત્રણ ઈંચ સહિત જિલ્લામાં ૧ થી પોણા પાંચ ઈંચ વરસાદ પડયો છે. કોડીનારરુસુત્રાપાડા પંથકમાં જળબંબાકાર જેવી હાલત છે. બોટાદ જિલ્લાના બરવાળામાં ૪ ઈંચ અને રાણપુર, ગઢડા, બોટાદમાં ત્રણરુત્રણ ઈંચ વરસાદ પડયો છે. ગીરરુસોમનાથ ગીરરુસોમનાથ જિલ્લામાં મેઘરાજાઅે બીજા રાઉન્ડમાં ધમાકેદાર અેન્ટ્રી કરતા સોમવારના સાંજથી હેત વરસાવી રહેલ છે અને છેલ્લા ચોવીસ કલાકમાં કોડીનારમાં ર, સુત્રાપાડામાં ર, તાલાલમાં ૪, વેરાવળમાં ૩ અને ગીરગઢડામાં ર ઈંચ જેટલો વરસાદ વરસાવી દેતા લોકો અને ખેડુતોમાં અાનંદની લાગણી પ્રસરેલ છે. બીજા રાઉન્ડના વરસાદથી જીલ્લાના નદીરુનાળાઅોમાં નવા નીર વ્હેવાની શરૂઅાત થઈ ગઈ છે. તો કોડીનાર અને સુત્રાપાડા પંથકમાં બે દિવસથી સતત પડી રહેલ ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ નિમાૅણ પામી છે. અરબી સમુદ્રના કિનારે અાવેલ ગીરરુસોમનાથ જિલ્લાના લોકો ચાલુ વષેૅ અસહ્ય ગરમી અને બફારાના વાતાવરણથી ઉકળી ઉઠેલ દરમ્યાન મેઘરાજાની અાતુરતાથી રાહ જોઈ રહેલ તે દરમ્યાન મેઘરાજાઅે પ્રથમ રાઉન્ડમાં બે થી ચાર ઈંચ જેવો વરસાદ વરસાવી ગયા બાદ થોડા દિવસોના વિરામ બાદ ફરી સોમવારથી બીજો રાઉન્ડની શરૂઅાત કરી ધમાકેદાર અેન્ટ્રી સાથે ધોધમાર વરસાદ વરસાવી દેતા ઠેર ઠેર ગોઠણડૂબ પાણી ભરાયા હતા. જિલ્લા કંટ્રોલના જણાવ્યા મુજબ છેલ્લા ચોવીસ કલાક (મંગળવારના સવારે છથી બુધવારે સવારે છ) સુધીમાં વેરાવળમાં ૮૬ કિ.મી. તાલાલામાં ૧૧૬ મી.મી., સુત્રાપાડામાં ૬૪ મી.મી., કોડીનારમાં ૬૦ મીમી, ગીરગઢડામાં ૪૪ મી.મી. વરસાદ પડેલ હોવાનું જણાવેલ છે. સુત્રાપાડારુકોડીનાર ગીરરુસોમનાથ જિલ્લાના છ તાલુકામાં ધરતીપુત્રોઅે તાજેતરમાં જ વાવણી કાયૅ કરેલ હોવાથી સારા વરસાદની પ્રાથૅના કરી રહેલ દરમ્યાન ભગવાને મેઘરાજા રૂપી કાસા સોનારૂપી વરસાદ વરસાવી દેતા જગતનો તાત ખુશખુશાલ નજરે પડતો હતો. સુત્રાપાડા, કોડીનારમાં પડેલ ભારે વરસાદથી બંને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયેલ જોવા મળતા હતા. બીજા રાઉન્ડના વરસાદથી જિલ્લામાં ઠંડક પ્રસરી જતા લોકો ખુશ થઈ ગયા હતા. જોકે બે દિવસથી પડી રહેલ ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઅો અને શેરીઅોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જતા અેક તબકકે ગ્રામજનોનું રોજિંદુ જીવન અટકી ગયેલ પરંતુ મેઘરાજાના હેતથી ગ્રામજનો વરસાદમાં પલળી મજા માણતા હતા. સુત્રાપાડા અને ધામળેજના પી.અેચ.સી. કેન્દ્ર અને શાળાની ચારે તરફ પાણી ભરાઈ જતા વિધાથીૅ અને લોકોને હાલાકી પડી રહી હતી. જિલ્લાના મુખ્ય માગોૅ પર પણ ભારે વરસાદથી પાણી ફરી વળ્યા હતા. અા ઉપરાંત ગીરરુસોમનાથ જિલ્લામાં અાવેલ ડેમોમાં તાલાલા નજીક અાવેલ હીરણરુ૧માં ૧૦ મી.મી., હીરણરુરમાં ૧૦ મીમી અને ગીરગઢડા નજીક અાવેલ શીંગળામાં ૮ મીમી, મચ્છુન્દ્રીમાં ૧ર મીમી અને રાવલમાં પ૭ મીમી વરસાદ પડેલ હોવાનું તંત્ર જણાવેલ છે. જુનાગઢ જિલ્લો છેલ્લા ત્રણ દિવસથી સોરઠ પર મેઘસવારી ઉતરી અાવી છે જેમાં માંગરોળરુમાળીયા અને કેશોદ શહેર તાલુકામાં મેઘસવારી જામી છે. પણ બાકીના તાલુકાઅોમાં જાણે મેઘરાજાને બાંધી દીધા હોય તેમ મન મુકીને વરસતા નથી. ખેડુતોનો વાવણીનો સમય જતો રહે છે. તેની મોટી ચિંતા સતાવી રહી છે. ચાતક નજરે નભ સામે અાંખો માંડીને જગનો તાત બેઠો છે. માળીયા ગઈકાલે સવારના ૬થી અાજે સવારના અાઠ દરમ્યાન માળીયામાં વધુ ૬૬ મીમી (૩ ઈંચ જેટલો) વધુ વરસાદ નોંધાયો છે. બે દિવસમાં કુલ ૮ ઈંચ વરસાદ સૌથી વધુ માળીયા ગીર પંથકમાં નોંધાયો છે. હીરણ નદી અને ડેમમાં નવા નીર અાવક શરૂ થવા પામી છે. માંગરોળ ગઈકાલે બે ઈંચ વરસાદ નોંધાયા બાદ ર૪ કલાકમાં વધુ સવા બે ઈંચ વરસાદ નોંધાયો છે. કેશોદ કેશોદમાં ગઈકાલે અેક ઈંચ વરસાદ નોંધાયા બાદ ર૪ કલાકમાં ૧પ મીમી વરસાદ નોંધાયો છે. જુનાગઢમાં ર૪ કલાકમાં ૧પ મીમીથી વરસાદ ફલડ કંટ્રોલમાં નોંધાયો છે. મેંદરડામાં ગઈકાલે અેક ઈંચ વરસાદ નોંધી બાદ ફરી ર૪ કલાકમાં વધુ ૧૧ મીમી વરસાદ નોંધાયો છે.વંથલી માં ગઈકાલે ઝરમર વરસાદ બાદ છેલ્લા ર૪ કલાકમાં બે મીમી વરસાદ નોંધાયો છે. પ્રભાસપાટણ પ્રભાસપાટણના ગ્રામ્ય વિસ્તારમાં તા. ૯ના બપોર બાદ ધીમી ગતિઅે વરસાદ શરૂ થયેલ હતો અને રાત્રીનાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડેલ હતો જે ૮ ઈંચ જેવો થાય છે. અા વરસાદને કારણે કપીલા અને સરસ્વતી નદીઅોમાં પુર અાવેલ છે. કપીલા નદીમાં જોરદાર પુર અાવતા પાણી સોનારીયા ગામની બાજુમાં અાવેલ વેરાવળરુકોડીનાર નેશનલ હાઈવે પર પાણી ફરી વળેલ અને ટ્રાફિક જોવા મળેલ હતો. સુત્રાપાડા ફાટકે ચોમેર વરસાદનું પાણી ભરાવાથી રોડ ઉપર ગોઠણ ડુબ પાણી ભરાયા હતા. કપીલા નદીમાં ભારે પુરને કારણે સ્વ. ધાનાભાઈ માંડાભાઈ સરોવર છલકાયેલ છે. તેમજ સરસ્વતી નદીમાં પણ ઉતરનાં ભાગો સારો વરસાદને કારણે પાણી અાવેલ છે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં પાણી ભરાવાને કારણે વાડી વિસ્તારોનાં રસ્તાઅો બંધ થયેલ છે તેમજ રોડ ઉપર નેશનલ ફોરલાઈનનું કામ ચાલુ હોવાથી ખોદાયેલા રસ્તાઅોમાં પાણી ભરાયેલ છે. ચોરવાડ ચોરવાડમાં વિજળીના કડાકા તથા ભડાકા તથા ગાજવીજ સાથે અતિશય વરસાદ થતા ૪ ઈંચ વરસાદ થયેલ છે. સમય ઉપર વરસાદ થતા ખેડુતોમાં અાનંદની લાગણી પ્રવતીૅ છે વાવણી કયાૅ બાદ ઉપર જ સારો વરસાદ થતા અને વરસાદી માહોલ જોરદાર હોય હજુ વરસાદ વરસશે તેવું જણાઈ રહયું છે. ભાવનગર જિલ્લો ભાવનગર શહેરમાં મેઘાડંબર છવાયેલું રહે છે પરંતુ વરસાદ ન પડતા નગરજનો નિરાશ થયા છે જયારે વલભીપુરમાં અેક ઈંચ, ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ પડયો છે. ભાવનગર શહેરમાં દિવસભર વાદળીયુ વાતાવરણ અને વરસાદી માહોલ ઉભો થાય છે પરંતુ મેઘરાજાની મહેર થતાં નગરજનોમાં નિરાશા ફેલાઈ છે. દરમ્યાન જિલ્લાનાં વલ્લભીપુરમાં ર૦ મીમી, ઉમરાળામાં ૧૧ મીમી અને મહુવામાં ૩ મીમી વરસાદ નોંધાયો છે. ગોહિલવાડ પંથકમાં હવે મેઘરાજા મન મુકી વરસી પડે તેવી લોકો પ્રાથૅના કરી રહયા છે. રુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુ બોકસ... કયાં કેટલો વરસાદ તાલાલા રુ ૪।।। ઈંચ વેરાવળ રુ ૩।। ઈંચ સુત્રાપાડા રુ ર। ઈંચ કોડીનાર રુ ર।। ઈંચ ગીરગઢડા રુ ૧।।। ઈંચ માળીયા હા.રુર।। ઈંચ માંગરોળ રુ ર। ઈંચ મેંદરડા રુ ૦।। ઈંચ વિસાવદર રુ ર।। ઈંચ જુનાગઢ રુ ૦।। ઈંચ કેશોદ રુ ૦।।। ઈંચ જાફરાબાદ રુ ૦।। ઈંચ વલ્લભીપુર રુ ૦।।। ઈંચ ઉમરાળા રુ ૦।। ઈંચ બરવાળા રુ ૪ ઈંચ રાણપુર રુ ૩ ઈંચ ગઢડા રુ ૩ ઈંચ બોટાદ રુ ર।। ઈંચ રુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુરુ


Advertisement