હવે પોલીસ મદદ તમારા મોબાઈલમાં, રાજય સરકાર ખાસ એપ. લોન્ચ કરશે

11 July 2018 12:02 PM
Gujarat
  • હવે પોલીસ મદદ તમારા મોબાઈલમાં, રાજય સરકાર ખાસ એપ. લોન્ચ કરશે

એફઆઈઆર ઉપરાંત પોલીસ સંબંધીત 100 સેવા મોબાઈલ એપ્લીકેશનથી જ મેળવી શકાશે

Advertisement

ગાંધીનગર: ગુજરાત સરકારે આમ નાગરિકો અને પોલીસ વચ્ચેના વાતાવરણને સુમેળભર્યુ તથા પોલીસની 2015- નાગરીક મિત્ર તરીકે બને તે માટે આગામી દિવસમાં તમારા પોલીસને ઓળખો. (નો યોર પોલીસ) એપ્લીકેશન લોન્ચ કરવાની તૈયારી કરી છે.
આ પોલીસ સેવાની એક ડીઝીટલ એડીશન હશે જેમાં નાગરિક પક્ષના ક્ષેત્રના પોલીસ સ્ટેશન તથા પોલીસ કર્મચારીની માહિતી હશે. જે તે સંબંધીત પોલીસ અધિકારીનો સંપર્ક સાધવાનું માધ્યમ પણ તે બનશે. નાગરિક તેની ફરિયાદ આ એપ્લીકેશન મારફત સીધી દાખલ કરી શકશે અને તેની નકલ પણ તેને મળી જશે. ઉપરાંત પોલીસ સંબંધીત 100 જેટલી સેવાઓ પણ આ એપ્લીકેશન મારફત મળશે. જેમાં શરાબની પરમીટ પણ હશે. ઉપરાંત સભા-સરઘસ-રોડ-શો કે તેવા ઈવેન્ટ જેમાં પોલીસ મંજુરી જરૂરી હોય તે આ એપ્લીકેશન મારફત મળશે. આ એપ્લીકેશન નાગરિક માટે ખૂબ જ ઉપયોગીબનશે. ખુદના એરીયાનું પોલીસ સ્ટેશન કયાં છે તે મોટાભાગના લોકો જાણતા હોતા જ નથી પણ આ એપ્લીકેશન અને ગુગલ મેપ મારફત તે માહિતી મળી જશે.
આ ઉપરાંત ભાડુઆતનું રજીસ્ટ્રેશન-ફોટો-ઘરના નોકર ચાકરનું રજીસ્ટ્રેશન અને તસ્વીર, ડ્રાઈવર કે તેવા સહાયકની માહિતી લીકર પરમીટ તથા ધંધાકીય જરૂરી પોલીસ લાયસન્સ જેવા કે દારૂગોળો ઝેરી પદાર્થ વેચવાના હથિયાર લાયસન્સ પણ આ એપમાં સારવી શકાશે અને તે માટે અરજી કરી શકશે. વાહનો ચોરાય તો તે પણ માહિતી અપલોડ કરી શકશે. હોલ, હોટેલ, રેસ્ટોરા, પાર્ટીપ્લોટ, ચીલ્ડ્રન પાર્ક, પાસપોર્ટ પોલીસ વેરીફીકેશન વિ. પણ આ રીતે એપ્લીકેશન મારફત મળી શકશે.


Advertisement