આરટીઈ હેઠળ રાજયમાં હજુ 39914 બેઠકો ખાલી: સરકાર

11 July 2018 11:59 AM
Gujarat
  • આરટીઈ હેઠળ રાજયમાં હજુ 39914 બેઠકો ખાલી: સરકાર

એક બાજુ એડમીશનની લાઈન બીજી બાજુ બેઠકો ખાલી બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા છતાં પણ બેઠકો ભરાઈ નથી

Advertisement

અમદાવાદ: રાજયમાં શિક્ષણના અધિકાર હેઠળ ગરીબ વર્ગના કુટુંબોના સંતાનોને સારી ખાનગી શાળાઓમાં અભ્યાસની તક મળે તે હેતુથી અમલી બનાવાયેલા શિક્ષણના અધિકાર- રાઈટ- ટુ- એજયુકેશનમાં ચાલું શૈક્ષણિક મનમાં પ્રવેશ અપાયા બાદ પણ હજું અંદાજે 40000 બેઠકો ખાલી રહી છે.
દરેક ખાનગી શાળાઓએ પછી તે ગમે તે અભ્યાસક્રમની હોય તેણે 25% બેઠકો શિક્ષણના અધિકાર હેઠળ ગરીબ ખર્ચ માટે રાખવાની હોય છે. આ અંગે એક તરફ ખાનગી શાળાઓ એક યા બીજા બહાને હેઠળ તેમને ફાળવાયેલા ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી નથી તેથી વાલીઓ દ્વારા હાઈકોર્ટમાં થયેલી અરજી પર પ્રાથમીક શિક્ષણ વિભાગના જોઈન્ટ ડાયરેકટર નૂતન રાવલે હાઈકોર્ટમાં એક સોગંદનામામાં જણાવ્યું કે રાજયમાં 39914 બેઠકો હજું આ નિયમ હેઠળ ખાલી છે.
હાઈકોર્ટ સમક્ષ એક એકટીવીસ્ટ ચંદ્રવદન ધ્રુવે આ પ્રકારે પ્રવેશનો વધુ એક રાઉન્ડ યોજવાની માંગણી કરી હતી. જેના જવાબમાં અન્ય સરકારે કહ્યું કે બીજો રાઉન્ડ તા.28 મેથી શરૂ કરી પણ દેવાયો છે.
સરકારે દાવો કર્યો કે રાજયની 9843 ખાનગી શાળાઓ આ પ્રકારે યોજનામાં જોડાઈ છે. જેમાં 178 શાળાઓ તેઓ લઘુતમી સ્ટેટસ ધરાવતા હોવાથી તેઓને આ કાનૂન હેઠળ નહી લેવાની અદાલતે અરજી કરી છે અને તેની પીટીશન પેન્ડીંગ છે. રાજયમાં અત્યાર સુધીમાં 1,12,265 અરજીઓ આવી હતી. જેમાં 72309 વિદ્યાર્થીઓને પ્રવશ અપાયો છે અને હજું 39914 બેઠકો ખાલી છે. જો કે પીટીશ્નરે અલગ આંકડા રજુ કર્યા હતા.

રાજયની એક પણ શાળા લઘુમતી સ્ટેટસ ધરાવતી નથી
હાઈકોર્ટમાં સરકારનો જવાબ
અમદાવાદ: રાજયમાં શિક્ષણ અધિકાર હેઠળ ખાનગી શાળાઓએ જે 25% બેઠકો ગરીબ વર્ગના બાળકો માટે અનામત રાખવાની હોય છે. તેમાં ખુદને લઘુમતી સ્ટેટસની શાળામાં ગણાવી 178 શાળાઓએ પ્રવેશનો ઈન્કાર કર્યો તે સિવાય હાઈકોર્ટમાં ચાલુ છે અને તેમાં રાજય સરકારે સોગંદનામું દાખલ કરીને જણાવ્યું છે કે રાજયની 9843 ખાનગી શાળાઓમાં એક પણ શાળા લઘુમતી સ્ટેટસ હેઠળ આવતી નથી. રાજય સરકારના આ સોગંદનામા પછી મીશનરી સહીતની શાળાઓ જે ખુદને લઘુમતી સ્ટેટસ સાથે ગરીબોને પ્રવેશનો ઈન્કારકરે છે તેના માટે હવેઆ પ્રવેશ આપવો ફરજીયાત બની જશે.


Advertisement