ઓશો માટે લુક-ટેસ્ટ શરૂ કરી આમિરે?

11 July 2018 11:06 AM
Entertainment
  • ઓશો  માટે લુક-ટેસ્ટ 
શરૂ કરી આમિરે?

આચાર્ય રજનીશની બાયોપિક માટે તે પ્રોસ્થેટિક એક્સપર્ટને મળી રહ્યો છે

Advertisement

મુંબઈ: આમિર ખાન હાલમાં ઓશોની બાયોપિક માટે લુક-ટેસ્ટ કરી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. આ ફિલ્મને ‘કપૂર એન્ડ સન્સ’નો ડિરેકટર શકુન બત્રા ડિરેકટ કરશે. આ ફિલ્મ માટે આમિર હા પાડે એ પહેલાંતે લુક-ટેસ્ટ કરવા માટે છે. જો તે લુકમાં આચાર્ય રજનીશ જેવો દેખાયો તો જ તે આ ફિલ્મ માટે હા પાડશ.ે. આ લુક માટે તે હાલમાં પ્રોસ્થેટિક એકસપર્ટને મળી રહ્યો છે. આમિરને સ્ક્રિપ્ટ પસંદ પડી છે, પરંતુ તે લુકને લઇને થોડો ચિંતિત છે. આ ફિલ્મમાં આમિરે ચાર લુક કરવા પડશે અને એથી જ તે ફિલ્મ માટે હા પાડે એ પહેલાં દરેક લુકને ટેસ્ટ કરવા માગે છે. આ ફિલ્મ માટે આમિર માથાના આગળના ભાથમાં વાળ વગરના લુકમાં પણ જોવા મળશે. આ ફિલ્મમાં ઓશોની શરૂથી લઇને અંત સુધીની તમામ વાતો કરવામાં આવશે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિકસ માટે બનાવવામાં આવેલી ‘વાઈલ્ડ વાઈલ્ડ ક્ધટ્રી’માં જે નહોતું દેખાડવામાં આવ્યું એ પણ આ બાયોપિકમાં દેખાડવામાં આવશે.’
આ ફિલ્મમાં મા આનંદશીલાનું પાત્ર આલિયા ભટ્ટ ભજવશે એવી ચર્ચા છે.


Advertisement