મુંબઈ ભાજપના પ્રવક્તાએ વરસાદી પાણીમાં હાથમાં પકડ્યા "જૂતા" ! ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ !

10 July 2018 11:32 PM
Rajkot India
  • મુંબઈ ભાજપના પ્રવક્તાએ વરસાદી પાણીમાં હાથમાં પકડ્યા "જૂતા" ! ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ !

Advertisement

મુંબઈમાં આજે ભારે વરસાદના પાણીમાં નીકળેલા ભાજપના પ્રવક્તા સાંબીત પાત્રાએ ગોઠણડૂબ પાણી વચ્ચે પોતાના જૂતા હાથમાં લઈને વરસાદી પાણીની મોજ માણી તે ફોટો મીડિયાના ફોટોગ્રાફરે આબાદ ક્લિક કર્યો હતો. આ ફોટો આજે આખો દિવસ સોશિયલ મીડિયામાં ખુબ ફર્યો હતો. નેટ યુઝર્સ દ્વારા એવી પણ કોમેન્ટ કરાઈ હતી કે જીવ બચાવવાને બદલે ભાજપના પ્રવક્તા જૂતા બચાવવા માંગતા હોય તેવું ફોટામાં સાબિત થઇ રહ્યું છે. ટૂંકમાં પાત્રાની સોશિયલ મીડિયામાં રીતસરની મઝાક ઉડાવાઈ હતી.


Advertisement