સિરિયાના મિલિટરી કેમ્પમાં ટ્રેઈનિંગ લેશે

10 July 2018 03:06 PM
Entertainment
  • સિરિયાના મિલિટરી કેમ્પમાં ટ્રેઈનિંગ લેશે

બાગી-3 માટે ટાઈગર શ્રોફ

Advertisement

મુંબઈ: એકશનથી ભરપૂર ‘બાગી-ર’ની સફળતા બાદ ટાઈગર શ્રોફ હવે સિરિયાના મિલિટરી કેમ્પમાં ખાસ ટ્રેઈનિંગ લેશે એવી ચર્ચા ચાલી રહી છે. સાજિદ નડિયાદવાલા ‘બાગી-3’ને પહેલાં કરતાં વધુ એકશનથી ભરપૂર અને રોમાચંક બનાવવા માગે છે. અને એથી જ તે આ ફિલ્મને લઈને કોઈ કચાશ છોડવા નથી માગતો.
‘બાગી’ અને ‘બાગી-ર’માં માર્શલ આર્ટ્સનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો, પરંતુ ‘બાગી-3’માં બંદૂક પર વધુ ધ્યાન આપવામાં આવશે. ડિરેકટર અહમદ ખાન આ ફિલ્મની એકશનને વધુ સચોટતાથી રજૂ કરવા માટે ટાઈગરને શસ્ત્રો કેવી રીતે ચલાવવાં એની ટ્રેઈનિંગ આપવા માગે છે. ફિલ્મના રિસર્ચ દરમ્યાન અહમદને જાણ થઈ હતી કે સિરિયાના મિલિટરી કેમ્પમાં શસ્ત્રો માટે શ્રેષ્ઠ ટ્રેઈનિંગ આપવામાં આવે છે. અહમદના કહેવાથી ટાઈગર નવેમ્બરમાં સિરિયા ટ્રેઈનિંગ માટે જશે એવી ચર્ચા છે.
આ ટ્રેઈનિંગમાં તે બંદૂકો M16 અને AT4ની સાથે રોકેટ લોન્ચર્સની પણ ટ્રેઈનિંગ લેશે. સિરિયામાં રાજકીય માહોલ થોડો ગરમાયેલો છે. આમ છતાં ડિરેકટર પોતાની આગામી ફિલ્મ માટે સિરિયાના મિલિટરી કેમ્પમાં શૂટિંગ કરવા માગે છે.


Advertisement