આરકે ફિલ્મસના લોગોની કોપી કરી કંગના અને રાજકુમારે?

10 July 2018 03:01 PM
Entertainment
  • આરકે ફિલ્મસના લોગોની કોપી કરી કંગના અને રાજકુમારે?

Advertisement

મુંબઇ :
રાજકુમાર રાવ અને કંગના રનોટે આરકે ફિલ્મસના લોગોની કોપી કરી હોય એવું લાગી રહ્યું છે. રાજકુમાર અને કંગના 2013માં આવેલી ‘કવીન’ બાદ ફરી ‘મેન્ટલ હૈ કયા’માં કામ કરી રહ્યાં છે. આ ફિલ્મના છેલ્લા શેડયુલનું શૂટીંગ લંડનમાં કરવામાં આવ્યું હતું. જે પુરૂ થયું છે. આ ફિલ્મને એકતા કપૂર પ્રોડયુસ કરી રહી છે. ફિલ્મના નામને લઇને એકતા અને સલમાન ખાન વચ્ચે મતભેદ થયો હોવાની પણ ચર્ચા ચાલી હતી, કારણ કે સલમાને ‘મેન્ટલ’ નામ રજીસ્ટર કરાવ્યું છે. ‘મેન્ટલ હૈ કયા’ 2019ની બાવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મનું શૂટીંગ પુરૂ થતાં રાજકુમાર અને કંગનાએ લંડનના રસ્ત પર પોઝ આપ્યો હતો. આ ફોટોને એક કપૂરે ટવીટર પર શેર કર્યો હતો.


Advertisement