99 લાખની જુની નોટ પકડાઈ: ગોંડલના એક સહિત બે શખ્સ ઝબ્બે

10 July 2018 01:19 PM
Ahmedabad
Advertisement

અમદાવાદ તા.10
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં 99.8 લાખની જુની ચલણી નોટો સાથે બે શખ્સોને સ્પેશિલ બ્રાન્ચે ઝડપી પાડયા હતા. જેમાંથી એક ગોંડલનો તથા બીજો હિંમતનગરનો વતની હોવાનું સામે આવ્યું છે. બન્નેને હાલ ચાંદખેડા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્પેશિયલ બ્રાન્ચના કોન્સ્ટેબલને મળેલી બાતમીના આધારે ર0 દિવસ પહેલા પણ ચાંદખેડામાંથી 99.99 લાખની જુની ચલણી નોટો પકડાઈ હતી. આ માહિતી પણ સ્પેશિયલ ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ નરેન્દ્ર કુશવાહને મળ્યા બાદ સ્પેશિયલ વોચ ગોઠવીને બન્નેને ઝડપી પાડવામાં આવ્યા હતા.
ગત મોડી રાત્રે ઈકો કારમાં જુની ચલણી નોટો સાથે રસ્તા પરથી પસાર થતા બન્ને આરોપીને રોકી અને તપાસ કરતાં જુના દરની એક હજારની કુલ 9908 નોટો મળી આવી હતી. પોલીસે હાથ ધરેલી તપાસમાં બન્ને આરોપીમાંથી એક શ્યામ નિમાવત ગોંડલનો તથા મહિપાલસિંહ ગઢવી હિંમતનગરના વાસણાનો હોવાનું જાણવા મળ્યું છે.. બન્નેને ઝડપીને ચાંદખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Advertisement