ફેક મેસેજ પર અંકુશ લગાવવા વોટસએપ સજજ: મેસેજ ફોરવર્ડ કરાયો છે કે ટાઈપ તે બતાવશે

10 July 2018 11:52 AM
India Technology
  • ફેક મેસેજ પર અંકુશ લગાવવા વોટસએપ સજજ: મેસેજ ફોરવર્ડ કરાયો છે કે ટાઈપ તે બતાવશે

ઠોકશાહી રોકવા મેસેજીંગ કંપનીએ યુઝર્સને ટીપ આપી

Advertisement

નવી દિલ્હી તા.10
ફેક વોટસએપ મેસેજીસના દૂષણને નાથવા મેસેજીંગ એટલે તેના પ્લેટફોર્મ પર ફરતા મેસેજીસ એપ્રુવ કરવા અથવા નકારવા નવા ફીચર્સ લાવવાનું જાહેર કર્યું છે.
દેશમાં બાળકોને ઉપાડી જતી ટોળીના કેટલાય મેસેજીસ ફરતા થયા હોવાના કારણે અત્યાર સુધીમાં 29 માણસોને રહેંસી નખાયા છે.
આ સમસ્યા નિવારવા મેસેજ એટલે નવા ફીચરનો પ્રચાર કરવા વિજ્ઞાપનો પણ આવ્યા છે. એ પૈકી એકમાં વોટસએપએ યુઝર્સને તેને મળતા સંદેશાઓ ક્રોસ એક કરવા અપીલ કરી છે. તેવી જ રીતે શેર કરવામાં આવી રહેલી તસ્વીરની પણ ખરાઈ કરવા, તમને ચિંતીત કરતી માહિતી સામે સંશય દર્શાવવા, જુદી લાગતી હોય તેવી ઈન્ફોર્મેશનથી દૂર રહેવા મેસેજની લિંક જેવા મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં વિચારવા તેણે જાહેર અપીલ કરી છે.
કંપનીએ જણાવ્યું હતુંકે ટેકનોલોજી કંપનીઓ, સરકાર અને સમાજના વર્ગોએ ફેક ન્યુઝ સામે સાથે મળી લડવાની અને સત્ય નહોય તેવી ઈન્ફોર્મેશન બાબતે લોકોને જાગૃત કરવાની જરૂર છે.
ટિપ્સ આપવા સાથે કંપની કેટલાક ફીચર્સ લાવી રહી છે. એમાંનું એક ફોરવર્ડ કરવામાં આવેલા મેસેજીસમાં તફાવત પારખી શકશે. મેસેજ મૂળત: ટાઈપ કરવામાં આવ્યો નથી તે સમાજમાં યુઝર્સને મદદરૂપ બનવા કંપની એવા મેસેજીસ હાઈલાઈટ કરશે. આ કારણે મેસેજ મેળવનારને ખબર પડશે કે એ ફોરવર્ડ કરવામાં આવ્યો છે કે તાજો લખવામાં (ટાઈપ) આવ્યો છે.


Advertisement