'ખોટા સમાચાર" થી રિતિક રોશન ભડક્યો !

09 July 2018 10:38 PM
Rajkot Entertainment India
  • 'ખોટા સમાચાર" થી રિતિક રોશન ભડક્યો !

Advertisement

મુંબઇ: રિતિક રોશન સાથે જોડાયેલી એક ખબર રવિવારથી મીડિયા હાઉસમાં દોડી રહી છે. સમાચાર છે કે રિતિક રોશને સંજય લીલા ભણસાલીની ફિલ્મ કરવાની ના પાડી દીધી છે. પણ આ સમાચારને ખુદ રિતિક રોશને ફગાવી દીધા છે.

રિતિક રોશને આ તમામ ખબરોનું કર્યુ ખંડન કરતા જણાવ્યું કે,હાલમાં જ મીડિયામાં આવેલી રિપોર્ટ પ્રમાણે, રિતિક રોશને દક્ષિણ ભારતીય ફિલ્મ 'પુલીમુરુગન'ની હિન્દી રીમેકમાં મુખ્ય ભૂમિકા માટે સંજય લીલા ભણસાલીને ઇન્કાર કરી દીધો છે. રિપોર્ટ અનુસાર ભણસાલીએ રિતિક રોશનને આ ફિલ્મ માટે અપ્રોચ કર્યો હતો. બોલિવૂડ હંગામામાં આવેલા સમાચાર મુજબ કહેવામાં આવ્યું છે કે, રિતિકે સંજય લીલા ભણસાલીનો પ્રસ્તાવ ઠુકરાવી દીધો છે. આ તમામ ખબરો તદ્દન ખોટી અને પાયા વિહોણી છે તેમ રિતિકે સ્પષ્ટ કહ્યું છે. રિતિક રોશને તેનાં ટ્વિટર પેજ પર આ ખોટા સમાચારની લિંક શેર કરી છે અને તેની ઉપર લખ્યુ છે કે, 'ખોટી પત્રકારિતા, કે એક ઇમાનદાર ભૂલ. કોણ જાણે છે સત્ય પણ હમેશાં કૂલ રહો



Advertisement