સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદથી પ્રજા ખુશ

09 July 2018 10:25 PM
Gujarat Saurashtra
  • સૌરાષ્ટ્રમાં અમરેલી, જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદથી પ્રજા ખુશ

અમરેલી તાલુકાના વાંકિયા, બાબાપુર , સાજીયાવદર સહિતના ગામોમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને લગભગ બે જ કલાકમાં 4 થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી : લોધીકાના બાલાસર ગામે ૨ ઇંચ : નાળા છલકાયા અને ખેતરોમાં ફરી વળતા ખેતરોનું પણ ધોવાણ

Advertisement

રાજ્યમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, ત્રણ દિવસથી દક્ષિણ ગુજરાતને ધમરોળ્યા બાદ મેઘરાજા હવે સૌરાષ્ટ્ર તરફ વળ્યા છે. અમરેલી, ગોંડલ, ગીર સોમનાથ તથા ભાવનગરમાં સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. વરસાદને કારણે અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઇ હતી.

વાત કરીએ અમરેલીની તો અમરેલી જીલ્લામાં સોમવારે બપોરબાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. રાજુલા,ખાંભા સાવરકુંડલા તેમજ કુકાવાવ અને અમરેલી પંથકમાં અનરાધાર વરસ્યા હતા. ખાસ કરીને અમરેલી તાલુકાના વાંકિયા, બાબાપુર , સાજીયાવદર સહિતના ગામોમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને લગભગ બે જ કલાકમાં 4થી 6 ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી પાણી થઇ ગયું હતું. સ્થાનિક નદી નાળા છલકાયા અને ખેતરોમાં ફરી વળતા ખેતરોનું પણ ધોવાણ થયું હતું

રાજકોટની વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં અત્યારસુધીમાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં નોંધાયો છે. ગોંડલના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વધુ પડ્યો છે, જેમાં જામવાડી, ચોરડી સહિતના ગામોમાં વરસાદ સારો રહ્યો છે. રાજકોટ શહેરમાં પણ મવડી, 150 ફૂટ રીંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે રાજકોટ જીલ્લાના લોધિકા તાલુકાના બાલાસર ગામે બે ઇંચ જેટલો વાવણીજોગ વરસાદ પડતા ખેડુતઆલમ ખુશખુશાલ બની હોવાના અહેવાલો મળી રહ્યા છે.

આ સિવાય ગીર સોમનાથ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના કોડીનાર, તાલાળા, ગીરગઢડા સહિતના વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજીની અન્ટ્રી થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.ગીર ગઢડાનો દ્રોણેશ્વર ડેમ છલકાયો છે, જેના કારણે ધરતીનો તાત ખુશ થઇ ગયો હતો કારણ કે આ ડેમમાંથી 20 ગામોને પીવાનું પાણી પૂરું પાડે છે. એટલું જ નહીં 15 ગામોના ખેતરમાં પિયતનું પાણી પણ દ્રોણેશ્વર ડેમ આપે છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના લીધે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેની સમીક્ષા કરી હતી. રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારી કહ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં શનિવારે તાપી અને ડાંગ જિલ્લા માં ભારે વરસાદ પડ્યો હતો અને તેમાં ગુજરાત ઉમરગાવના નીચાણવાળા વિસ્તારમાંથી 90 વ્યક્તિ ઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.અને અત્યારે પરિસ્થિતિ નિયત્રણ હેઠળ છે. પાણી ઉતરી ગયા છે. હજી પણ ભારે વરસાદ ની આગાહી ને કારણે અને તેને ધ્યાન માં લઈને રાજ્ય સરકાર ધવરા એનડીઆરએફની ટિમો તાપી ,સુરત અને વલસાડમાં કોઈ પણ પરિસ્થિતિ ને પહોચી વળવા માટે તૈયાર રાખવામાં આવી છે.Advertisement