દક્ષિણ કોરયા ભારત સાથે પોતાના મજબૂત સંબંધ બનાવશે !

09 July 2018 08:29 PM
Rajkot India World
  • દક્ષિણ કોરયા ભારત સાથે પોતાના મજબૂત સંબંધ બનાવશે !

પીએમ મોદી અને દક્ષિણ કોરિયન રાષ્ટ્રપતિએ કર્યું સૌથી મોટી મોબાઈલ ફેક્ટરીનું ઉદ્ધાટન

Advertisement

નવી દિલ્હી : દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈન પોતાની ચાર દિવસની યાત્રા પર રવિવારે સાંજે દિલ્હી પહોંચ્યા. સોમવારે તેમની યાત્રાના પહેલા દિવસે રાષ્ટ્રપતિ મૂને કેટલાક કાર્યક્રમોમાં હાજરી આપી. સૌથી પહેલા તેમને બંને દેશોના વ્યાપારિક પ્રતિનિધિઓના એક કાર્યક્રમમાં હાજરી આપી. કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું કે, દક્ષિણ કોરયા ભારત સાથે પોતાના મજબૂત સંબંધ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આ કાર્યક્રમ પછી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગાંધી સ્મૃતિ મ્યૂઝીયમ ગયા અને ગાંધી દર્શન પર ઘણી બધી ચર્ચા કરી. તે પછી બંને નેતાઓ મેટ્રો ટ્રેનની મુસાફરી કરીને નોએડા પહોંચ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઈન નોએડામાં સેમસંગના પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું. સેક્ટર 81માં બનેલ આ પ્લાન્ટ સેમસંગની દુનિયાની સૌથી મોટી ફેક્ટરી છે. આના પર કુલ 4915 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યો છે. ઉદ્ધાટન માટે મોદી અને મૂન જે ઈન મેટ્રોથી ગયા.Advertisement