સ્વયંસંચાલીત અને ઝડપ: ભવિષ્યના વાહનોની થીમ હશે

09 July 2018 03:50 PM
India Technology
  • સ્વયંસંચાલીત અને ઝડપ: ભવિષ્યના વાહનોની થીમ હશે
  • સ્વયંસંચાલીત અને ઝડપ: ભવિષ્યના વાહનોની થીમ હશે
  • સ્વયંસંચાલીત અને ઝડપ: ભવિષ્યના વાહનોની થીમ હશે
  • સ્વયંસંચાલીત અને ઝડપ: ભવિષ્યના વાહનોની થીમ હશે
  • સ્વયંસંચાલીત અને ઝડપ: ભવિષ્યના વાહનોની થીમ હશે
  • સ્વયંસંચાલીત અને ઝડપ: ભવિષ્યના વાહનોની થીમ હશે

વિશ્ર્વના દરેક દેશોના શહેરો અને ગામોમાં ભીડભાડ વધતી જાય છે એ કારણે બે શહેરો વચ્ચે તો ઠીક, એક શહેરમાં એકથી બીજા સ્થળે જવું મોટો પડકાર બન્યો છે એ કારણે હવે સંશોધકો આપમેળે ચાલતા અને ભારે ઝડપ ધરાવતા વાહનો પર કામ કરી રહ્યા છે

Advertisement

સમયના ચક્ર સાથે અવનવા શોધસંશોધન થતા રહે છે. તમામ ક્ષેત્રે સાધન-ઉપકરણને વધુ ઉપયોગી અને એના સહજ સંચાલન માટે પ્રયોગો થઈ રહ્યા છે. તિજોરીમાં પૈસા સમાતા ન હોય તેવા હાઈનેટવર્થ લોકો માટે સુપરસોનિક જેટ અને સેલ્ફ ડોકીંગ (જાતે લાંગરતા) યાદ આવી રહ્યા છે.
મુશ્કેલી એ છે કે વિશ્ર્વમાં તમામ સ્થળો ગીચ બની રહ્યા છે અને સ્થિતિ કથળતી જાય છે. આ કારણે અંધાધુંધી સાથે માણસ વિના કારણે સમય અને મગજ ગુમાવે છે. પરંતુ ટેક-સોલ્યુશન્સના કારણે પળેપળની કિંમત છે એવા તાકાતવર લોકો માટે આવવા જવામાં વિલંબ-વિક્ષેપનો અંત આવી શકે છે.
ઓટોનોમસ ડ્રોન, પોડસ, ભારે ઝડપવાળી લકડ ડાઉન વોકયુમ ટયુબ અને ફલાઈંગ કાર આવતા દિવસોમાં જોવા મળે તો નવાઈ નહીં. અન્ડરગ્રાઉન્ડ હોય કે ઓવરગ્રાઉન્ડ, તમારો પ્રવાસ-મુસાફરી કાયમ માટે બદલાઈ જશે.

1. હાઈપરલૂપ
એક ઠેકાણેથી બીજે ઠેકાણે કોઈ માણસને અતિ ઝડપે પહોંચાડવામાં આવે તો અંતર અને સમય બિલકુલ અપ્રસ્તુત બની જાય. વર્જીન હાઈપરલૂપ વન બનાવવા પાછળ આવો જ વિચાર સમાયેલો છે. કલાકના 680 કિમીની ઝડપે ન્યુમેટીક ટયુબમાં માછલીની જેમ માણસને તરવા શક્તિમાન બનાવવાનો આ પાછળ વિચાર છે.
અત્યાર સુધીમાં વર્જીન ડેવલૂપ પોડ દ્વારા 240 કીમીની ઝડપ હાંસલ કરી શકાય છે.

2. વર્ટિકલ ટેકઓફ એન્ડ લેન્ડીંગ (વીટીઓએલ)
એર ટેકસી તરીકે વધુ જાણીતા વીટીઓએલ વાહનો શહેરી વિસ્તારોમાં ભીડભાડ અને વિલંબ વગર લોકોને એકથી બીજા સ્થળે લઈ જશે. આવું એક ઉદાહરણ લિલિયમ છે.
એક પ્રકારનું આ ઈલેકટ્રીક વાહન હેલીકોપ્ટરની જેમ ટેક ઓફ અને લેન્ડ થઈ શકે છે અને 185 માઈલની રેન્જમાં તે કલાકના 185 માઈલની ઝડપે ઉડી શકેછે. એમાં પાઈલટ હશે અને ચાર પેસેન્જર બેસી શકશે. સ્માર્ટફોન એપની મદદથી એરટેકસીનું બુકીંગ કર્યા પછી મુસાફર રાઈડદીઠ પૈસા ચૂકવી શકશે.

3. મેગ્લેવ ટ્રેન
શાંગાઈના પુડોંગ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટ્રેનમાં બેસવાનું અને શહેરમાં ‘તરવાનું’ શકય છે. કહેવાતી મેગ્લેવ (મેગ્નેટીક લેવિટેશન) ટ્રેન 375 કીમીની ઝડપ મેળવી શકે છે. એ કારણે એરપોર્ટ ટ્રાન્સફર લગભગ વગર વિલંબે થશે. મેગ્લેવ ટેકનોલોજી સુપર ક્ધકટિંગ મેગ્નેટ સાથે વ્હીલ્સનું સ્થાન લે છે અને એ માટે પર્પઝ-બિલ્ટ ટ્રેકની જરૂર હોઈ ખર્ચાળ છે.

4. ફલાઈંગ કાર્સ
તમે રસ્તા પર કાર ચલાવતા હો અને પછી ટેક ઓફ કરી ઉંચે ઉડી 223 માઈલની ઝડપે ઓટોપાઈલટ પર તમારા ગંતવ્ય સ્થાને પહોંચી જવાનું કયારેય વિચાર્યું છે! એરોમોબી ફલાઈંગ કારના સંશોધકો આ માટે કામ કરી રહ્યા છે, તેમના માનવા મુજબ 400 માઈલની ઝડપ સાથે ઓટોનોમસ ફલાઈટ શકય છે.

5. સુપરસોનિક બિઝનેસ જેટ (એસએસબીજેએસ)
સુપર રિચ માટે શકય તેટલી ઝડપે વિશ્ર્વમાં એકથી બીજા છેડે પહોંચવા પોતાના બીઝનેસ જેટ એકમાત્ર અને આખરી રસ્તો છે. આમાંનું એક જેટ ‘બેબીબુમ’ છે. બુમ ટેકનોલોજીનું ઝડપી સુપરસોનિક ડેમોન્સ્ટ્રેટર માર્ચ 2-2 અથવા 1451 માઈલની ઝડપે 45 મુસાફરોને લંડનથી ન્યુયોર્ક પહોંચાડવાના હેતુથી બનાવાયું છે. કોન્કોર્ડ કરતાં પણ એ ઝડપી હશે.

6. સેલ્ફ ડોકીંગ યાટસ
વોલ્વો પેન્ટા દ્વારા જૂન 2018માં આવો વિચાર વહેતો મુકવામાં આવ્યો હતો. 2020માં લોંચ થનાર સેલ્ફ-ડોકીંગ (જાતે લાંગરતી) યાટ ગીયાંગીર દરિયાઈ માર્ગમાં સાંકડા બર્થની સમસ્યા ઉકેલવાના હેતુથી ડિઝાઈન કરાઈ છે, આ સિસ્ટમ જીપીએસ અને સેન્સર્સ એમ બન્ને ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. એ બન્ને યાટ પર ફીટ કરવામાં આવશે. જેથી એ બર્થમાં આપોઆપ પાર્ક થઈ શકશે.

7. ઓટોનોમસ એરિયસ વ્હીકલ (એએવીએસ)
પર્સનલ ડ્રોન કાર તરીકે પણ જાણીતી ભવિષ્યની ઈરાંગ 184 શહેરી વિસ્તારોમાં પ્રવાસના મુખ્ય સાધન તરીકે વિચારવામાં આવી છે. ચાઈનીઝ ડ્રોન-મેકર દ્વારા વિકસાવાયેલી 184માં વ્હીલના બદલે 4 બ્લેડ હશે અને બિઝી એરપોર્ટથી સ્કાય સ્ક્રેપર (ગગનચુંબી ઈમારત) અથવા બીજા એરપોર્ટ સુધી મુસાફરોને લઈ જવાના હેતુથી બનાવાઈ રહ્યું છે.


Advertisement