કચ્છ એસટી-ડેરી નિગમના પેન્શનર્સની ગાંધીધામમાં રેલી: ભથ્થા આપવા માંગ

09 July 2018 02:05 PM
kutch
Advertisement

રાજકોટ તા.7
કચ્છ જિલ્લાના એસ.ટી. નિગમ, ડેરી નિગમ, નોંધાયેલ કંપનીઓ, ફેકટરીઓ, સંસ્થાઓ, ટ્રસ્ટો, પ્રેસ, સહકારી બેન્કો, દૂધ સંઘના તમામ પેન્શનરોને ન કહી શકાય તેવા નજીવા દરે પ્રતિમાસના રૂા.300થી રૂા.2000 સુધીનું પેન્શન મેળવી રહેલા મોટાભાગના 60થી 70 વર્ષ કરતા વધુ ઉમર વટાવી ચૂકેલા જેમાં બહેનોનો પણ સમાવેશ થાય છે. મોટી ઉમરના કારણે નાની મોટી બિમારીઓમાં સપડાયેલ છે. આટલી નજીવી રકમમાં જીવન ગુજારવું ઘણું જ મુશ્કેલ છે. નજીવા દરે મળતા પેન્શનમાં વધારો કરવા માટે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી ભારત સરકારને અનેક વાર રજુઆત કરેલ છે પરંતુ તેનો કોઈપણ જાતનો પ્રત્યુતર મળવામાં નથી.
જેથી પેન્સનરોએ પુરા ભારત દેશના 27 કરતા વધુ રાજયોના 1995ની યોજનામાં ઓછા દરે મળતા પેન્શનમાં વધારો થાય તેવા પુરા બળથી પ્રયત્નો કરી રહેલા અધ્યક્ષ અશોક રાઉત કે જેઓ રાષ્ટ્રીય આંદોલન સમિતિ કે જે નોંધાયેલ સમિતિ છે તેમાં તેઓ સામેલ થયેલ છીએ તેમના આદેશાનુસાર પુરા ભારત દેશમાં આવેલ કર્મચારી ભવિષ્યનિધિ સંગઠનની કચેરીએ ધરણા, રેલી તેમજ તાળાબંધી કરી જે તે વિસ્તારની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવેલ છે. તે રીતે તા.29ના રોજ 1995 યોજના અંતર્ગત જોડાયેલ તમામ પેન્શનરો એકત્ર થઈ, ઓસ્લો સર્કલથી ભવિષ્ય નિધિ સંગઠનની કચેરી, ગાંધીધામ મધ્યે ફરજ પરના અધિકારીને લેખિતમાં આવેદનપત્ર સોંપવામાં આવેલ છે. પેન્શનરને માસિક રૂા.7500 પેન્શન, નિયમોનુસાર મોંઘવારી તેમજ તબીબી ભથ્થુ ચુકવવામાં આવે તેવી સરકાર પાસે રજુઆત કરવામાં આવેલ છે.


Advertisement