અમદાવાદના મહિલા ડિ.વાય.એસ.પી.ના બંધ ઘરમાં તસ્કરો ત્રાટકયા: રૂા.1.પ લાખની ચોરી

09 July 2018 01:30 PM
Ahmedabad

જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા

Advertisement

રાજકોટ તા.9
સમાજની સુરક્ષા કરતા પોલીસ કર્મીઓનું પણ ઘર હવે સુરક્ષીત રહ્યુ નથી અમદાવાદના એક મહિલા ડી.વાય.એસ.પી.ના બંધ ઘરમાં તસ્કરોએ ચોરી કરતાં ખળભળાટ મચી ગયો હતો.
જુનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા અમદાવાદના મહિલા ડી.વાય.એસ.પી.ના બંધ ઘરમાં ચોરી થતા અમદાવાદ પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે.
અમદાવાદમાં રહેતા અને જુનાગઢમાં પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા મહિલા ડી.વાય.એસ.પી.ના અમદાવાદ ખાતેના બંધ ઘરમાંથી રૂા.1.5 લાખની ચોરી કરી તસ્કરો નાશી છુટયા હતા. જે અંગેની જાણ પોલીસને થતા આ તસ્કરોને પકડી ધોરણસરની કાર્યવાહી કરવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


Advertisement