ભુગર્ભ જળનો ઉપયોગ કરવા ઉદ્યોગો માટે કેન્દ્રની મંજુરી ફરજીયાત

09 July 2018 12:16 PM
Ahmedabad

સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરીટીનો આદેશ: 30 જૂને પુરી થતી ડેડલાઈન 6 મહિના લંબાવાઈ ગુજરાતના મોટાભાગના ઉદ્યોગો અન્ડર ગ્રાઉન્ડ વોટર પર આધારીત: કામગીરીને ફટકો પડશે વરસાદી પાણીના સંગ્રહ, વેસ્ટ વોટર ટ્રીટમેન્ટની શરતો સાથે એનઓસી અપાશે

Advertisement

અમદાવાદ તા.9
ભુગર્ભ જળનો ઉપયોગ કરવા 30 સપ્ટેમ્બર સુધીમાં નો ઓબ્જેકશન સર્ટીફીકેટ મેળવવાનું ઔદ્યોગીક એકમો માટે ફરજીયાત બનાવતા સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરીટી (સીજીડબલ્યુએ)ના તાજેતરના આદેશથી ઉદ્યોગપતિઓ ચિંતામાં મુકાયા છે. મોટાભાગના ઉદ્યોગો મેન્યુફેકચરીંગ અને ઉત્પાદન માટે ભુગર્ભ જળ પર આધાર રાખે છે. સૂત્રો જણાવે છે કે તેમને ભુગર્ભ જળથી વંચિત રખાતા તેમની કામગીરીને અસર થશે.
સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર ઓથોરીટીનો આદેશ તમામ ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રકચર અને માઈનીંગ સેકટરને લાગુ પડે છે. ગુજરાતમાં 200 ઔદ્યોગીક વસાહતો છે. સીજીડબલ્યુએ દ્વારા નિયંત્રીત નહીં કરાતા રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોમાં સંબંધીત રાજયો-પ્રદેશોના સતાવાળાઓ પાસેથી એનઓસી મેળવવી રહેશે.
સીજીડબલ્યુએનો આદેશ દેશમાં ભુગર્ભ જળ ખલાસ થઈ જતું અટકાવવાનો છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (જીસીસીઆઈ)ના પુર્વ અધ્યક્ષ શૈલેષ પટવારીએ જણાવ્યું હતું કે વરસાદી પાણીના સબળ, વેસ્ટ વોર ટ્રીટ કરવા અને એનો ફરી ઉપયોગ કરવા જેવી શરતો સાથે એનઓસી આપવામાં આવે છે.
કેટલાક લોકોએ આદેશને આવકાર્યો છે, પણ ઉદ્યોગપતિઓનો એક મોટો વર્ગ એને અવ્યવહારુ અને કવેળાનો ગણે છે. ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન (એફઆઈએ)ના પ્રેસીડેન્ટ પ્રબોધ પટેલે નિર્ણયને આવકારતાં જણાવ્યું છે કે ભુગર્ભ જળનું શોષણ અટકાવવું જરૂરીછે, પણ ઘણી ઔદ્યોગીક વસાહતોને પેનલ સીસ્ટમમાંથી પાણી મળતું હોઈ, તેમને ઝાઝી અસર થશે નહી. અમારી અંકલેશ્ર્વર એસ્ટેટને નહેરનું પાણી મળે છે, અને ગ્રાઉન્ડ વોટર પર અવલંબન ઘણું ઓછું છે.
એફઆઈએના પુર્વ પ્રેસીડેન્ટ કે.ટી.પટેલે નાસંમત થતા જણાવ્યું હતું કે ભુગર્ભ જળ-તળાવ સાચવી રાખવાની ચિંતાની અમે કદર કરીએ છીએ, પણ ઉદ્યોગો રાતોરાત ભુગર્ભ જળનો ઉપયોગ બંધ કરી શકે નહી. પહેલા તેમને જળનો વૈકલ્પિક ઉપયોગ કરતા અટકાવી શકાય નહી. એનઓસી મેળવવાની ડેડલાઈન 30 જુને પુરી થઈ છે, પરંતુ એ 3 મહીના લંબાવવામાં આવી છે. પટવારીએ જણાવ્યું હતું કે નવી મુદત પુરી થાય એ પહેલાં તમામ એકમો એનઓસી માટે અરજી કરશે.


Advertisement