બોટાદમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અનુસંધાને ટાસ્ક ફોર્સની રચના કરાઇ

07 July 2018 02:12 PM
Botad
  • બોટાદમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ 
અનુસંધાને ટાસ્ક ફોર્સની રચના કરાઇ

Advertisement

બોટાદ તા.7
સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ક્લેકટરની અધ્યક્ષતામાં બોટાદ જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવેલી છે. તમાકુ વિરોધી કાયદો સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ (કોટપા-2003)નું સધન અમલીકરણ થાય તે હેતુથી જીલ્લા કક્ષાએ ટાસ્ક ફોર્સ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ /રેડ ની કામગીરી આરોગ્ય વિભાગના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.ઓ.માઢક સાહેબના માર્ગદર્શન અને એપીડેંમિક વિભાગ નાં ડો. આર.આર.ચૌહાણ ના મોનીટરીંગ નીચે તાલુકા ટાસ્ક ફોર્સ સ્કવોડ દ્વારા આજરોજ તા 5/7/2018ના રોજ સવારે 11.00 કલાકથી બોટાદની મુખ્ય બજાર માર્ગ પર ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં તમાકુ કે તમાકુની બનાવટ વહેચતા નાંના-મોટા વેપારીઓ,પાન-ગલ્લા પાર્લર વગેરે જગ્યાએ કુલ 15 દુકાનો પર આકસ્મિક ચેકિંગ હાથ ધરી 11 જેટલા દુકાન ધારકો પાસેથી રૂ.5400/- અંકે રૂપિયા પાંચ હજાર ચારસોનો દંડ વસુલ કરવામાં આવેલ હતો. આ કામગીરીમાં તાલુકા આરોગ્ય અધિકારી ડો. એસ.એસ.પ્રસાદ,પુરવઠા વિભાગ મુખ્ય પુરવઠા નિરીક્ષક મિતુલભાઇ.ટી.વણોલ, નાયાબ મામલતદાર એસ.બી.ખાંભલ્યા અને પોલીશ વિભાગના અધિકારી ડી. બી.સોલંકી,જીલ્લા આઈ.ઈ.સી.અધિકારી મુકુંદભાઈ મૂંધવા, તાલુકા સુપરવાઇજર ગોરધનભાઇ મેર તથા સામાજિક કાર્યકર ગૌતમભાઇ વંડરા દ્વારા આ કામગીરી કરવામાં આવેલી.


Advertisement