નાયબ જીલ્લા વિકાસ અધિકારી રઘુવીરસિંહ ગોહિલનો વિદાય સમારોહ યોજાયો

06 July 2018 12:01 PM
Botad

બોટાદ ફ્રેન્ડસ ગૃપ તથા સમર્પણ સંસ્થા દ્વારા

Advertisement

બોટાદ તા.6
બોટાદ ફ્રેન્ડસ ગૃપ અને સમર્પણ ગૃપ દ્વારા નાયબ જીલ્લા વિકાસ અધિકારી રઘુવીરસિંહ ગોહેલનો વિદાય સમારંભ બ્રહ્મ સમાજની વાડીમાં રાખવામાં આવેલ તેમાં ઉપસ્થિત ઇ.ચા. કલેકટર આશિષ કુમાર, નાયબ કલેકટર ચૌહાણ તથા એસ.ટી. ડેપો મેનેજર મયુર ત્રિવેદી તથા પી.જી.વી.સી.એલ.ના નાયબ ઇજનેરો તથા દરેક ડિપાર્ટમેન્ટના અધિકારીઓ હાજર રહેલ.
‘એક શામ શહિદો કે નામ’ કાર્યક્રમમાં દરેક સરકારી કચેરીઓના અને સંસ્થાઓએ સહકાર આપેલ હોવાથી તેમનો આભાર વ્યકત કરવામાં આવ્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આ બન્ને સંસ્થાના પદાધિકારીઅલ અલ્કેશ ભટ્ટ, શૈલેષ પંડયા, રાજુભાઈ શાહએ જહેમત ઉઠાવી પૂર્ણ કર્યુ.


Advertisement