ચાલુ વર્ષાન્તે ૯ કેમેરાવાળો સ્માર્ટ ફોન લોન્ચ થશે !

03 July 2018 08:16 PM
Rajkot Business Technology
  • ચાલુ વર્ષાન્તે ૯ કેમેરાવાળો સ્માર્ટ ફોન લોન્ચ થશે !

લાઈટ નામની કંપનીનું માર્કેટમાં પદાર્પણ : 9 લેન્સ સેટઅપથી 64 મેગાપિક્સલ સુધીનો ફોટો લઈ શકાશે.

Advertisement

સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા લગાતાર વધતી જાય છે. પહેલાં સ્માર્ટફોનમાં માત્ર એક રિયર કેમેરો આવતો હતો. ત્યાર પછી સેલ્ફી કેમેરો આવ્યો. સેલ્ફી કેમેરા પછી ડ્યુલ રિયર કેમેરાવાળા સ્માર્ટફોન આવ્યા. એટલું જ નહીં ત્યાર પછી ડ્યુલ સેલ્ફી કેમેરાવાળા ફોન પણ માર્કેટમાં મળતા થઈ ગયા છે અને હવે તો ડ્યુલ રિયર કેમેરા પછી ટ્રિપલ કેમેરાવાળા સ્માર્ટફોન પણ માર્કેટમાં ઉપલબ્ધ થવા માંડ્યા છે પણ હવે એક બે કે ત્રણ નહીં પરંતુ 9 લેન્સવાળા સ્માર્ટફોન માર્કેટમાં જલદી આવશે.

લાઈટ નામની કંપની છે જેને સ્ટાર્ટઅપ પણ કહી શકીએ છીએ. આ કંપની હાલમાં 9 લેન્સ કેમેરાવાળો સ્માર્ટફોન લઈને આવવાની તૈયારીમાં છે. આ કંપનીએ હાલમાં જ આ સ્માર્ટફોનનો પ્રોટોટાઈપ બતાવ્યો છે જેમાં 9 લેન્સ લાગ્યા છે. હવે સવાલ એ છે કે 9 કેમેરાવાળા સ્માર્ટફોનથી ફાયદો શું થશે? 2-3 કેમેરાવાળા સ્માર્ટફોન તો માર્કેટમાં પહેલાંથી ઉપલબ્ધ છે.

9 લેન્સ સેટઅપથી 64 મેગાપિક્સલ સુધીનો ફોટો લઈ શકાશે. તેનાથી ઓછી લાઈટમાં પણ સારી ફોટોગ્રાફી કરી શકાશે અને ડેપ્થ ઈફેક્ટ પણ વધુ સારી કરી શકાશે. એટલે તેનાથી એન્ટ્રી લેવલ DSLR કેમેરા જેવી ફોટોગ્રાફી કરી શકાશે.

લાઈટ કંપની એક સાથે ઘણા પ્રોટોટાઈપ પર કામ કરી રહી છે. જેમાં 5થી લઈને 9 રિયર કેમેરા સેટઅપ છે. હાલમાં એ જાણકારી નથી કે આ ફર્મ કોઈ અન્ય સ્માર્ટફોન મેકર સાથે મળીને સ્માર્ટફોન ડેવલપ કરી રહી છે કે પોતે જ સ્માર્ટફોન ડેવલપ કરશે. આ ફોન આ વર્ષના અંતભાગ સુધીમાં આવી શકે છે માર્કેટમાં.


Advertisement