આવતાવેંત બાવળીયાને પ્રધાનપદ....ભાજપમાં આંતરિક ભડકો

03 July 2018 04:50 PM
India Politics
  • આવતાવેંત બાવળીયાને પ્રધાનપદ....ભાજપમાં આંતરિક ભડકો

વર્ષોથી ધારાસભ્ય છતાં મંત્રીપદની રાહ અને નવા ‘આયારામ’ને સૌગાતથી ગણગણાટ પરસોતમ-હીરા સોલંકીનું ‘વજન’ ઘટશે: ત્રણ ‘નારાજ’ ધારાસભ્યો માંડ ઠંડા પડયા ત્યાં ફરી ઘુંઘવાટ સર્જાવાના એંધાણ: અગાઉ કોંગ્રેસમાંથી આવેલા અને સાઈડલાઈન થયેલા તથા ભાજપના જ અમુક અસંતુષ્ટો મેદાને આવવાના ભણકારા

Advertisement

રાજકોટ તા.3
કોંગ્રેસમાં ભાજપમાં ઠેકડો મારનારા કુંવરજી બાવળીયાને સીધુ જ પ્રધાનપદ આપવા સામે જબરો ગણગણાટ સર્જાયો છે. ભાજપમાં આંતરીક ભડકો સર્જાવાના ભણકારા વાગવા લાગ્યા છે પણ ધારાસભ્યોની નારાજગી માંડ શાંત પડી છે ત્યાં હવે નવી ઉપાધી ઉભી થવાના એંધાણ છે.
સૌરાષ્ટ્રમાં શકિતશાળી નેતા તરીકેની ઓળખ ધરાવતા કુવંરજીભાઈ બાવળીયાને ભાજપમાં પ્રવેશ કરાવીને સીધુ જ મંત્રીપદ સોંપી દેવા સામે ભાજપમાં આંતરીક અસંતોષ ઉભો થવા લાગ્યો છે. ભાજપના જ સુત્રોએ એમ કહ્યું છે કે વર્ષોથી પક્ષને વફાદાર અને અનેક ટર્મથી ચૂંટાતા રહેલા ધારાસભ્યો તથા અન્ય નેતાઓ લાંબા વખતથી પ્રધાનપદ કે હોદાની પ્રતિક્ષામાં હતા તેઓને રાહ જ જોવડાવવામાં આવતી હતી અને કૂંવરજી બાવળીયાને રાતોરાત પ્રવેશ કરાવીને પ્રધાનપદ અપાયાનો મુદે ઘેરો કચવાટ છે.
ભાજપ ધારાસભ્યો-નેતાઓનો આ અસંતોષ આવતા દિવસોમાં ભડકાનું સ્વરૂપ લઈ શકે છે અનેક સીનીયર ધારાસભ્યો વર્ષોથી પ્રધાનપદ અથવા બોર્ડ નિગમોમાં સ્થાન મેળવવાની પ્રતિક્ષામાં હતા તેવા સમયે મુળ કોંગ્રેસને ‘શિરપાવ’ આપવાનો ઘાટ ઘડાતા નારાજગી છે.
સુત્રોએ એમ કહ્યું કે વડોદરાના ધારાસભ્યો કેબીનેટમાં સ્થાન મેળવવા ઘણા વખતથી ધમપછાડા કરતા જ રહ્યા હતા અને, વિધીસર રીતે નેતાગીરીને રજુઆત પણ કરી હતી. છતા સ્થાન મળ્યુ ન હતું. આ સિવાય બાબુભાઈ પટેલ, જેઠાભાઈ ભરવાડ, યોગેશ પટેલ જેવા સીનીયર નેતાઓએ કેબીનેટમાં સ્થાન મેળવવા ઘા નાખી હતી છતાં લક્ષ્ય અપાયું ન હતું હવે બાવળીયાને પ્રધાનપદની ખૈરાતથી નારાજ ધારાસભ્યો ફરી મેદાને આવે તેવી શકયતાનો ઈન્કાર થઈ શકતો નથી.આ ઉપરાંત વિધાનસભા ચૂંટણી વખતે ભાજપમાં આવેલા અને ત્યારથી પદથી રાઘવજી પટેલ, સી.કે.રાઉલજી, રામસિંહ પરમાર જેવા 14 લોકો પણ ખાંડા ખખડાવે તેવી શકયતાનો ઈન્કાર થતો નથી. વિધાનસભા ચૂંટણીમાં કથીત સોદાબાજી વચ્ચે ભાજપમાં પ્રવેશેલા આ નેતા હાલ તો હાંસીયામાં ધકેલાયા છે. તેઓ પણ મેદાનમાં આવી શકે છે. નરહરી અમીન જેવા નેતાઓ પણ સાઈડલાઈન છે.
ભાજપના જ અમુક આગેવાનોએ એવો બળાવો ઠાલવ્યો હતો કે વર્ષોથી ભાજપને વફાદાર-નિષ્ઠાવાન નેતાઆમાં ગણગણાટ શરૂ થઈ જ ગયો છે અને આવતા દિવસોમાં ખુલ્લી નારાજગી બહાર આવવાનો ઈન્કાર થઈ શકતો નથી.
સરકારમાં પદ ઉપરાંત પાર્ટીમાં પણ વજન-મહત્વ વિશે અસર થઈ શકે છે પરસોતમ સોલંકી, અત્યાર સુધી ભાજપમાં કોળી નેતાની ઓળખ ધરાવતા
હતા હવે પરસોતમ સોલંકી, હીરાભાઈ સોલંકી જેવા નેતાઓ મહત્વ ઘટવાની આશંકાથી ગણગણાટ કરે તો નવાઈ નહી ગણાય.
ત્રણ ધારાસભ્યોએ તાજેતરમાં ખુલ્લી નારાજગી દર્શાવી હતી તેઓને સમજાવવામાં હાઈ કમાંડને પગે પાણી ઉતર્યા હતા અધિકારીઓ કામ કરતા ન હોવાથી તેઓની નારાજગી હોવાનું જાહેર કરીને અસંતોષ દબાવી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે બાવળીયાનો ઘટનાક્રમ ફરી ચિનગારી ચાંપે તેવી અટકળો છે.

ભાજપમાં અસંતોષ્ાનો પહેલો ધડાકો : મધુ શ્રીવાસ્તવે વિ૨ોધ ર્ક્યો : અમા૨ે શું મંજી૨ા વગાડવા

ભાજપે આજે જસદણના પૂર્વ ધા૨ાસભ્ય કુંવ૨જીભાઈ બાવળીયાને પક્ષ્ામાં લઈને કલાકોમાં જ મંત્રી બનાવી લેતા પક્ષ્ાના અનેક પીઢ ધા૨ાસભ્યો જબ૨ા ના૨ાજ થયા છે અને વાઘોડીયાના ધા૨ાસભ્ય મધુ શ્રીવાસ્તવે સ્પષ્ટ શબ્દોમાં કહયું કે ૨ાતો૨ાત કોંગ્રેસમાંથી આવેલા મંત્રી બનાવાશે તો અમા૨ે શું મંજી૨ા વગાડવાના છે. આમ  મધુ શ્રીવાસ્તવે ભાજપમાં વિ૨ોધને વાચા આપી છે તો બીજી ત૨ફ એ ઉલ્લેખનીય છે કે હાલમાં મધુ શ્રીવાસ્તવ ઉપ૨ાંત વડોદ૨ાના ધા૨ાસભ્ય યોગેશ પટેલ અને કેતન ઈમાનદા૨ પણ ભાજપ મોવડી મંડળ પાસે અસંતોષ્ા વ્યક્ત ક૨ી ચુક્યા છે. અને તેઓએ પણ મંત્રી પદ માટે પક્ષ્ાને આક૨ો સંદેશો આપ્યો છે. ભાજપના સુત્રો જણાવ્યા મુજબ જે ૨ીતે કુંવ૨જીભાઈને કલાકોમાં કેબીનેટ મંત્રી બનાવાયા તેનાથી પક્ષ્ામાં જબ૨ી ના૨ાજગી શરૂ થઈ છે અને તે આગામી દિવસોમાં આગ પકડે તેવી ધા૨ણા છે.


Advertisement