પોરબંદર મોતીહારી ટ્રેનના વેઈટરનું ચાલુ ટ્રેને પડી જતા મોત

03 July 2018 01:14 PM
Porbandar
Advertisement

(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. ૩ પોરબંદર મોતીહારી ટ્રેનમાં ચાલુ ટ્રેને પડી જતા અેક વેઈટરનું મોત નિપજયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરથી મોતીહારી તરફ જતી ટ્રેન સમારજ રેલ્વે સ્ટેશને પાર કરી સુરેન્દ્રનગર તરફ અાવી રહી હતી ત્યારે ટ્રેનના પેન્ટ્રી વિભાગમાં વેઈટર તરીકે ફરજ બજાવતા હરી ગુલામભાઈ ગુપ્તા પટનારી ગામ બલિયા, જિલ્લો ઉતરપ્રદેશનું અચાનક ચાલુ ટ્રેને પડી જતા મોત થયું હતું. અા અંગે પી.સી.ગુપ્તા, હરીપ્રસાદ ગુપ્તાઅે અકસ્માતે મોતની પોલીસને જાણ કરતા રેલ્વે પોલીસનાં રમેશભાઈ પનારીયા અને કૃણાલસિંહ બોરાણાઅે વધુ તપાસ હાથ ધરી છે. દિવાલ પરથી પડતા બાળકીનું મોત સાયલાના કોટડા ગામે રહેતા જોરૂભાઈવાળાનાં ૮ વષૅનો પુત્ર વિશાલ અચાનક રમતા રમતા ઘરની દિવાલ ઉપરથી નીચે પડી ગયો હતો. જેના માથાના ભાગે ગંભીર ઈજા થતા સારવાર માટે શ્રી અેસ.હોસ્પિટલ વિશાલને દાખલ કરાયો હતો. પરંતુ માથાના ભાગે વધુ ઈજા થતા વિશાલનું મોત નિપજયું હતું. જુગાર રમતા ત્રણ ઝડપાયા રતનપર બાયપાસ પર અાવેલી સંસ્કૃતિ હોટલ પાસે ખુલ્લામાં અમુક શખ્સો ગુડદા પાસાના જુગાર રમતા હોવાની બાતમીને અાધારે જોરાવરનગર પોલીસે દરોડો કયોૅ હતો. જેમાં રમણીક કાળુભાઈ સીહોરા હિતેન્દ્ર કાંતિલાલ મકવાણા અને રફીક નુરમહમદભાઈ કટીયાને પકડી તેમની પાસેથી રોકડા ૧૦,ર૦૦ સહિતનો સામાન કબ્જે કરી જોરાવરનગર પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે. અા અંગેની તપાસ બી.જે.સોલંકી કરી રહયા છે. જુગાર રમાડતો શખ્સ ઝડપાયો સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના ઉતારી પાસે વરલી મટકાની બાતમીને અાધારે પોલીસે રેડ કરી હતી. જેમાં રવુભા કેશવભા પરમાર વરલી મટકાનો અાંક ફરકનાં જુગાર રમાડતા ઝડપાઈ ગયા હતા અા શખ્સ પાસેથી રૂપિયા પ૧૦ રોકડ મોબાઈલ મળી કુલ રૂપિયા ૧૦૧૦નો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ પી.વી.ઝાલા ચલાવી રહયા છે. દેશી દારૂનાં અાથો ઝડપાયો ચોટીલા તાલુકાના સાલેખડી ગામે અાવેલી જયંતિભાઈ મેરાભાઈ કોળીની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ધમધમતી હોવાની બાતમી અેલસીબી ટીમને મળી હતી અાથી પોલીસે રેડ કરતા ર૪૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો અાથો ઝડપાયો હતો. જયારે વાડી માલીક જયંતિભાઈ નાસી છુટયો હતો. અાથી અેલસીબી ટીમે અાથો જપ્ત કરી જયંતિ સામે ગુનો દાખલ કયોૅ છે. અા કાયૅવાહીમાં ધમેૅન્દ્રસિંહ વાઘેલા, કિશોરભાઈ સહિતનાઅો રોકાયા હતા.


Advertisement